Coming Soon

" NCERT ના અભ્યાસક્રમ મુજબનું મટિરિયલ્સ મેળવવા અઠવાડિયે એક વખત અચૂક મૂલાકાત લો..... "

સૂચના::

" આ બ્લોગ ઉપર આપવામાંં આવતુંં મટિરિલલ્સ ફ્રી છે... "

સ્વતંત્રતા શિખવાની





સ્વતંત્રતા શીખવાની


સ્વતંત્રતા શીખવાની – Hard Truths About Human Nature.
જ્યારે જ્યારે શિક્ષણ ક્ષેત્રે પરીક્ષા અને પરિણામનો માહોલ સર્જાય છે ત્યારે વિદ્યાર્થીઓના આત્મહત્યાના બનાવો વધી જતા હોય છે. સમાચાર પત્રોમાં વાંચીને ઘણું દુખ સૌને થતું હોય છે. ક્યારેક સામટાં એક કરતા વધુ વિદ્યાર્થીઓના આત્મહત્યાના બનાવો બનતા આપણે શોકમાં ઘેરાઈ જતા હોઈએ છીએ. હમણાં કોઈ તેજસ્વી વિદ્યાર્થીની ચાર્મીએ આત્મહત્યા કરવા ચાલુ પરીક્ષાએ ભૂસકો મારેલો, કેમકે તે ચોરી કરે છે તેવું માની સુપર્વાઈઝર પુરવણીમાં લાલ અક્ષરથી ૩૦ માર્ક્સ માઈનસ લખી દે છે. તેના સમાચાર ફેસબુક પર કોરિયાથી મિત્ર નરેન્દ્રભાઈએ મૂક્યા ત્યારે એમના શબ્દોમાં વ્યક્ત થતો આજના શિક્ષણ શાસ્ત્રીઓ પ્રત્યેનો રોષ ખરેખર શોચવા જેવો હતો. આજની પુરાણી માર્ક્સ પધ્ધતિ બદલવાનો સમય હવે આવી ચૂક્યો છે.
    એક વ્યક્તિ(વિદ્યાર્થી) કશું શીખે તે માટે મદદરૂપ થવા બીજી વ્યક્તિ(શિક્ષક) કોઈ ખાસ વર્તણૂક કરે, આ થઈ શીખવવાની સાદી વ્યાખ્યા. આમાં મૂળ શીખવાનું તો હોય છે શીખનારે, શીખવનારે શીખવાની પ્રક્રિયામાં ફક્ત મદદ કરવાની હોય છે. હવે ઘરમાં કોઈ તમને પધ્ધતિસર ચા બનાવવાનું શીખવે તો પેલી વ્યાખ્યા મુજબ શીખવ્યું કહેવાય, પણ તમે ઘરમાં કોઈને ચા બનાવતા ફક્ત જોઇને શીખી જાવ તો ચા બનાવનારે તમને કશું શીખવ્યું નથી. તો એને શિક્ષક કઈ રીતે કહેવાય?
     વગર શીખવ્યે શીખવનાર આપણો પહેલો શિક્ષક હોય છે આપણી માતા અને પિતા.
   શિક્ષણ બે પ્રકારનું હોય છે એક છે સ્કીલ મતલબ કુશળતા, પ્રાવીણ્ય, કળા કારીગરી. અને બીજું છે માહિતીપ્રદ. પ્રાણીઓ પણ એમના બચ્ચાઓને કૌશલ શીખવતા હોય છે. સસ્તન પ્રાણીઓ ખાસ તો શિકારી પ્રાણીઓ એમના Cubs ને સારી એવી માત્રામાં તાલીમ આપતા હોય છે. સર્વાઇવ થવા શિકાર કરવાનું કૌશલ્ય ખાસ શીખવું પડે. એના માટે આ બચ્ચા આખો દિવસ દોડધામ અને રમત એકબીજા સાથે કરતા હોય છે. પણ છતાં એમને શિકાર કરવાની ખાસ તાલીમ આપતા નોંધાયું છે. Timothy Caro નામના પ્રોફેસરે ચિતા ફેમીલીનાં જીવન કવનને ફિલ્મમાં ઊતારતા ખાસ જોયું કે Cheetah  માતા પહેલા એના કબ આગળ મારેલું નાનું સસલું કે હરણ લાવીને મૂકે છે. કબ આની ઉપર હુમલો કરતા હોય છે અને પછી ખાતા હોય છે. પછી જેમ બચ્ચા મોટા થાય તેમ માતા જીવતા સસલા કે નાના હરણ લાવીને ધરે છે. કબ આતુરતા પૂર્વક  એમની પાછળ પડે છે પકડવા માટે. આમાં ઘણીવાર મોંઘું પડી જતું હોય છે. કબ અનુભવી હોતા નથી અને પેલું જીવતું હરણ દોડીને છટકી પણ જતું હોય છે અને ભૂખ્યા રહેવું પડતું હોય છે. ઘણીવાર શિકાર છટકી જાય તો માતા પોતે દોડીને પકડી લાવે છે અને ફરી કબ આગળ છોડી દે છે. આમ બચ્ચા શિકારને પકડતા શીખી જતા હોય છે. માતા એમને વારંવાર આ બધી પ્રેકટીશ કરાવતી હોય છે. આમ કબ મોટા થતા જાતે શિકાર કરવાનું શીખી જતા હોય છે. અકસ્માતે પ્રાણીઓની વર્તણૂકને ડોક્યુમેન્ટ્રીમાં ઉતારતાં પ્રાણીવિદ છક થઈ ગયા કે ચિતા માતા જાણી જોઇને હેતુપૂર્વક પરિસ્થિતિ ઊભી કરતી હતી. પહેલા મરેલા શિકાર લાવતી હતી, પછી જીવતા શિકાર લાવતી હતી, શિકાર છટકી જાય તો પોતે દોડીને પકડી લાવી ફરી જીવતું કબ આગળ છોડી દેતી. આમ ભરપૂર પ્રેકટીશ કરાવતી હતી. Caro એ નોંધ્યું કે ઘણીવાર શિકાર કબ અને માતા બધા પાસેથી છટકી જતો તો ભૂખે રહેવાનો પણ વારો આવી જતો. પણ વળતરમાં કબ સ્કીલ શીખતા જતા હતા.
  આવીજ વર્તણૂક બીજા શિકારી પ્રાણોમાં પણ જોવા મળેલી છે. Meerkats માતા પણ એના pups ને ભયાનક ડંખ મારતા વીંછી ખાવાની કુશળતા શીખવતી હોય છે. પ્રથમ તે મરેલા વીંછી લાવીને બચ્ચા આગળ મૂકતી હોય છે. બચ્ચા એની પર હુમલો કરતા હોય છે પછી ખાતા હોય છે. પછી માતા જીવતા વીંછી લાવતી હોય છે પણ એમના ભયાનક ડંખ પહેલેથી ઊખેડી લેતી હોય છે જેથી બિન અનુભવી બચ્ચાને જોખમ ના રહે. બચ્ચા કુશળ થઈ જાય પછી માતા જીવતા ડંખ સહિત વીંછી લાવવાનું શરુ કરે છે. આમ બચ્ચા ભયાનક વીંછી મારીને ખાતા શીખી જતા હોય છે.
આપણે બાળકોને શીખવવા માટે થઈને પ્રેકટીશ કરવા મોટાભાગે મટીરિયલ ઉપલબ્ધ કરવાનું વિચારતા નથી. પણ આ એક બહુ કીમતી રસ્તો છે બાળકોને શીખવવાનો. ચિતા અને મરકેટ માતાની જેમ આપણે બાળકોને વસ્તુઓ, સાધનો, ટુલ્સ, રમકડા પૂરું પાડીને શીખવવાની શરૂઆત કરાવી જોઈએ.
આપણ માનવોની કેટલીક મર્યાદાઓ હોય છે. બધું પ્રેક્ટીકલ શીખવી શકતા નથી. આપણે મોટાભાગે બધું જોઇને શીખતા હોઈએ છીએ. આપણાં બાળકો બધું જોઈ જોઇને શીખતા હોય છે. મોટાભાગનું  એમને શીખવવું પડતું હોતું નથી. બાળકો ગુડ ઑબ્ઝર્વર હોય છે. જે વસ્તુ કે વર્તણૂક તમને ગમતી ના હોય તે બાળકોના દેખાતા કરશો નહિ. છતાં ઘણી વસ્તુઓ નિદર્શન કરીને શીખવી શકાતી હોય છે. માનવ સિવાયના પ્રાણીઓમાં નિદર્શન કરીને કોઈ શીખવતું નથી, પણ ચિમ્પાન્ઝીમાં માતા એના બચ્ચાને કવચ કોટલાવાળાં ફળો કઈ રીતે તોડવા તેનું નિદર્શન કરીને શીખવતી હોય છે. દા.ત. નાળિયેર જેવા ફળ પથ્થર પર ગોઠવવા એના પર બીજા પથ્થર કે લાકડા વડે તોડવા બધું બચ્ચાને શીખવવામાં આવતું હોય છે. નાના ચિમ્પાન્ઝીને આ બધું શીખવતા વર્ષો લાગી જતા હોય છે. Cristopher અને Hedwige નામના બે સંશોધકોએ આ બધું દસ્તાવેજી ચિત્રોમાં કંડારેલું છે.
  આમ શીખવવાની પ્રક્રિયા એક વ્યક્તિની(The teacher) એવી વર્તણૂક છે જે બીજા વ્યક્તિને(The pupil ) શીખવામાં મદદરૂપ થતી હોય છે. આવી બિહેવિયર non-human પ્રાણીઓમાં પણ હોય છે. 10,000 વર્ષ પહેલાં આખી દુનિયાના તમામ લોકો Hunter-Gatherers હતા. ખેતીની શરૂઆત થયે આશરે ૧૦,૦૦૦ વર્ષ થયા છે. આમ માનવજાત પ્રથમ hunter-gatherers હતી. આપણી શીખવાની અને શીખવવાની પ્રક્રિયા હન્ટર ગેધરર જીવન શૈલીની જરૂરિયાતો મુજબ વિકાસ પામેલી છે.
ખેતીની શરૂઆત થઈ તે પહેલા આખી દુનિયાના સમાજ હન્ટર ગેધરર હતા. આ હન્ટર ગેધરર સમાજ વિષે જાણી લેવું અત્યંત જરૂરી છે. ગેરસમજ થવાના ૧૦૦ ટકા ચાન્સ છે. હન્ટર ગેધરર સમાજ કોઈ યુદ્ધખોર આદિવાસી સમાજ નથી. આવા સમાજ હજુ છે પણ બહુ ઓછા. હન્ટર ગેધરર સમાજવાદમાં માનતા લોકશાહી સમાજ હોય છે. આપણાં મનમાં હન્ટર ગેધરર નામ આવે એટલે બિહામણા ચહેરા ઊપસી આવે. માણસને ખાઈ જાય તેવા ક્રૂર લોકો હશે તેવી છબી ઊપસી આવે. પણ એવું નથી જે ક્રૂર આદિવાસી સમાજો છે તે ખેતીપ્રધાન સમાજોના પૂર્વજો છે. Napoleon Chagnnon નામના લેખકે “The fierce people ” નામનું પુસ્તક લખીને દક્ષિણ અમેરિકાના એમેઝોન વિસ્તારમાં રહેતાYanomami નામના ક્રૂર આદિવાસી સમાજને વિખ્યાત કરી મૂકેલો. આ સમાજ  હન્ટિંગ ગેધરિંગ કરતો હોય છે, પણ એમણે જાતે ઉગાડેલા પાકમાંથી ગેધરિંગ કરતો હોય છે. વળી આ સમાજ બાકીની દુનિયાથી સાવ અલિપ્ત રહી શક્યો નથી. ખરેખર તો આ ક્રૂર આદિવાસી સમાજ ઉપર સ્પેનીશ, ડચ, અને પોર્ટુગીઝ લોકો દ્વારા લગભગ નિકંદન કાઢી નાખે તેવા હુમલા થયેલા છે અને આ સમાજની વ્યક્તિઓને ગુલામ તરીકે વેચવામાં પણ આવેલી છે.
      રીયલ હન્ટર ગેધરર સમાજો ખાલી પેટ ભરવા પૂરતા શિકાર કરે છે. અને એમના જાતિભાઈના શિકાર અદાપી કરતા નથી. ૨૦મિ સદીમાં આશરે ડઝન જેટલા આવા સમાજોના અભ્યાસ એમની સાથે રહીને એન્થ્રોપોલોજીસ્ટ લોકોએ કરેલા છે. ભલે એમની સંસ્કૃતિ જુદી પડતી હોય પણ એમની કૉમન રહેણીકરણી સાવ સરખી હતી. એક તો બાળકો સહિત ૨૦ થી ૫૦ વ્યક્તિઓના સમૂહમાં રહેવાનું. બીજા આવા નજીકના સમૂહ શાંતિપૂર્ણ સંબંધ સાથે મિત્રાચારી, લોહીની સગાઈ અને સહકાર હોવાનો. મોટાભાગના આવા સમાજ યુદ્ધની પરિસ્થિતિથી અજાણ્યા. અને યુદ્ધ જેવું જાણતા હોય તે નજીકમાં યુદ્ધખોર સમાજ રહેતા હોય તો  તેની અસર કે બચાવ માટે નાછૂટકે લડવું પડે. બાકી મૂળ હન્ટર ગેધરર સમાજો શાંતિપ્રિય સમાજ હોય છે. દરેકને વ્યક્તિગત સ્વતંત્રતા સાથે સમાનતા, સહકાર અને બાળ ઉછેર પદ્ધતિ Non-directive , હન્ટર ગેધરર સમાજની ખૂબી છે. અહીં નિર્ણય લોકશાહી રીતે લેવાતા હોય છે કોઈ નેતા જેવું ખાસ હોતું નથી.
   હન્ટર ગેધરર સમાજ માનતો હોય છે કે કોઈના ઉપર કંટ્રોલ કરવો બૂરી બાબત છે, ભલે તે બાળક હોય. આ લોકો પ્રત્યક્ષ રીતે બાળકોને કશું શીખવતા નથી. પણ એવી પરિસ્થિતિ ઊભી કરે જેથી બાળકોને શીખવામાં હેલ્પ મળે. આ લોકોને એમના બાળકોમાં ખૂબ વિશ્વાસ અને શ્રદ્ધા હોય છે. એમના બાળકોને કશું શીખવાની ઉત્સુકતા કે પ્રેરણા નાં થાય ત્યાં સુધી કશું શીખવતા નથી.
    હન્ટર ગેધરર બાળકો દુનિયાના સૌથી સ્વતંત્ર બાળકો છે. આ લોકો માનતા હોય છે કે બાળકોમાં સેન્સ હોય છે. બાળકો સમજદાર હોય છે ચોવીસે કલાક એમના ઉપર મોટેરાઓએ ધ્યાન રાખવાની જરૂર હોતી નથી. બાળક ચાર વર્ષનું થાય એટલે મુક્ત રીતે એને રમવા દેવાનું શરુ થઈ જાય. અહીં બાળકોને આખો દિવસ બેરોકટોક રમવાની છૂટ હોય છે. એમની જાતે જે શીખવું હોય તે બાળકો જોઇને શીખતા જતા હોય છે. એટલે નિયમિત એમના ઉપર ચોકીદારી બંધ.
  અહીં બાળકોને તમામ ટુલ્સ, સાધનો ઇવન ડેન્જર ગણાતા છરી જેવા હથિયાર રમવાની પણ છૂટ હોય છે. ઝેર પાયેલા તીર વગેરે બાળકોથી સલામત રીતે દૂર રાખવામાં આવે છે. બાળકોને નાના રમી શકાય તેવા તીર કામઠા બનાવી આપવામાં આવતા હોય છે. આ લોકો સમજતા હોય છે કે બાળકો જોઇને, સાંભળીને અને ભાગ લઈને બધું શીખતા હોય છે. માટે અહીં બાળકોને બધી પ્રવૃત્તિમાં સાથે રાખવામાં આવતા હોય છે. કામ કરવાની જગ્યાએ બાળકો ઘણીવાર અડચણરૂપ બનતા હોય છે અને એના લીધે કામ ખૂબ ધીમું પડી જતું હોવા છતાં આ લોકોની બાળકો પ્રત્યેની ધીરજ અમાપ છે. ક્યારેય બાળકોને ટોકતા નથી કે કાઢી મૂકતા નથી. બાળકો ખભા ઉપર ચડી જાય કે ખોળામાં બેસી જાય કે કામમાં ગમેતેટલી અડચણ કરે કદી ટોકતા નથી. અહીં બાળકોને કશું શીખવું હોય તો આભાર માની ખુશ થઈને શીખવવાની પદ્ધતિ છે. અહીં જે કઈ આવડતું હોય જે કઈ વિશિષ્ટ આવડત હોય તેને વિશિષ્ટ બનાવી રાખવાની પદ્ધતિ નથી. વિદ્યા અહીં ગુપ્ત નથી, કે નથી કીમતી. જેને શીખવું હોય તે મફત શીખી શકે છે.
     હન્ટર એટલે પુરુષો શિકાર કરે અને ગેધરર એટલે સ્ત્રીઓ ખાવાનું એકઠું કરે. ફળફલાદી, કંદમૂળ, ખવાય તેવા ભાજીપાલો બધું એકઠું કરવાનું કામ સ્ત્રીઓ કરતી હોય છે. અહીં સ્ત્રી પુરુષની સમાનતા છે તેટલી બીજે ક્યાંય નહિ હોય. આ બધી બાબતો ઘણો અનુભવ અને હોશિયારી માંગી લેતી હોય છે. કયા કંદ ખવાય, કયા છોડા કે ફળ ખાવા લાયક છે કયા નથી બહુ ધ્યાન રાખવા જેવું હોય છે. આ સ્ત્રીઓનું વનસ્પતિ જ્ઞાન અદ્ભુત હોય છે. Aka કલ્ચરની એક સ્ત્રીએ ઈન્ટરવ્યુંમાં જણાવેલું કે એની માતા જાતજાતના જંગલી કંદમૂળ અને મશરૂમ લાવીને બધાની વચ્ચે પાથરીને જણાવતી કે કયા ખાવાલાયક છે ને કયા નથી. બાળકોને શીખવવાની અહીં બીજી આડકતરી રીત છે વાર્તાઓ કહેવાની. પુરુષો એમના શિકારની ટ્રિપની વાર્તાઓ કહેતી હોય છે અને સ્ત્રીઓ એમના ગેધરિંગ કામની. કલાહારી રણમાં વસેલી Ju/’hoan હન્ટર ગેધરર સમાજ વિષે પહેલી વાર અભ્યાસ કરનાર Elizabeth Marshall Thomas નામની મહિલા કહે છે અહીંની ૬૦ વટાવી ચૂકેલી સ્ત્રીઓ ગ્રેટ storytellers હોય છે. વાર્તાઓ બાળકોને અનુલક્ષીને હોતી નથી, પણ વાર્તાઓ બાળકો સંભાળે છે એને પચાવે છે અને એમાંથી શીખે છે.
આફ્રિકા, ઓસ્ટ્રેલીયા, New Guinea,દક્ષિણ અમેરિકા- વસેલા  હન્ટર ગેધરર સમાજો વિષે એન્થ્રોપોલોજીસ્ટ વૈજ્ઞાનિકોએ ખૂબ સંશોધન કરેલું છે. Jonathan Ogas અને Peter Gray નામના બે સંશોધકોએ આવા નવ સ્કોલર એન્થ્રોપોલોજીસ્ટનો સંપર્ક સાધી એક પ્રશ્નોત્તરી તૈયાર કરી તેના જવાબ મેળવી આવા સમાજોની શિક્ષણ પદ્ધતિનું જબરદસ્ત તારણ કાઢેલું છે.
ત્રણ આફ્રિકા, એક મલેશિયા, એક ફિલીપીન્સ અને એક ન્યુ ગીની એમ કુલ છ આવા હન્ટર ગેધરર સમાજનો અભ્યાસ કરવામાં આવેલો.
    આપણને થતું હશે આવા જંગલી લોકોને વળી શીખવાનું શું હોય? અહીં ક્યા ડૉક્ટર, એન્જીનીયર કે વકીલ બનવાનું છે? નાં ભાઈ નાં અહીં ખૂબ શીખવાનું હોય છે. કદાચ આપણાં કરતા ઘણું વધારે. છોકરાઓને ત્રણસો ચારસો જાતના મેમલ્સ અને પક્ષીઓ વિષે ભણવાનું હોય છે. કારણ એમના શિકાર કરતી વખતે એમની જીવન પદ્ધતિઓ વિષે જાણવું જરૂરી હોય છે. એમનો પીછો કરવો દરેકના પગલા ઓળખવા, એમના અવાજ કાઢવા ઘણું બધું શીખવાનું હોય છે. તીર, કામઠા, બ્લોગન્સ, ડાર્ટ, નેટ બધું બનાવવાનું અને વાપરવાનું શીખવાનું હોય છે. છોકરીઓને પણ હજારો પ્રકારના ફળ, ફૂલ, કંદમૂળ, લીલા ભાજીપાલા, નટ્સ, અનાજ, બધું ઓળખવાનું હોય છે. ઘા પડ્યા હોય ત્યારે દવાદારૂ કરવાના. ત્યાં ક્યા એમ.ડી. હાજર હોય. કે ગાયનેકોલોજીસ્ટ હાજર હોવાના? બધું જાતે જ શીખવાનું અને કરવાનું.
       આ બધું શીખવ્યા વગર શીખવાનું. અહીં કોઈ સ્કૂલ હોતી નથી. બધું જાતે જોવાનું, અનુભવવાનું અને શીખવાનું. વળી અહીં કોઈ પુચ્છ્યા વગર પરાણે કોઈ શીખવે નહિ. અહીં મોટેરાં બાળકોમાં દાખલ કરે નહિ. હા એમની જાતે શીખવાની ઉત્સુકતા બતાવે તો હોશે હોશે શીખવે બાકી નહિ.
     અહીં બાળકોને રમવાનો પુષ્કળ સમય છે. લગભગ આખો દિવસ બાળકો રમ્યા કરતા હોય છે. બાળકો મોટેરાંની પ્રવૃત્તિઓ જોતા હોય છે એમની રમતમાં એની નકલ કરતા હોય છે અને એમાંથી ક્યારે એ જ પ્રવૃત્તિમાં કાબેલ બની જતા હોય છે તેની ખબર પણ પડતી નથી હોતી.
      મોટેરાઓ તરીકે આપણાં બાળકો પ્રત્યે અને દુનિયાના બાળકો પ્રત્યે આપણી કેટલીક જવાબદારીઓ હોય છે. આપણી ફરજ છે કે આપણે બાળકોને સલામત, તંદુરસ્ત સન્માનનીય વાતાવરણ પૂરું પાડીએ જેથી બાળકો એમનો વિકાસ કરી શકે નહિ કે આત્મહત્યા. બાળકોને તાજી હવા પૂરી પાડવાની આપણી ફરજ છે, યોગ્ય ભોજન પૂરું પાડવાની આપણી ફરજ છે, પ્રદુષણમુક્ત જગ્યા જ્યાં બાળક રમી શકે તે પૂરી પાડવી આપણી ફરજ છે. બાળકોને સારો ખોરાક, કપડા,રહેઠાણ અને સારું તંદુરસ્ત વાતાવરણ પૂરું પાડી શકીએ તેમ નાં હોઈએ તો બાળકો પેદા કરવાનો આપણને કોઈ હક નથી. દારુણ ગરીબીમાં જીવતા અને ભીખ માંગી ખાતા લોકોને બાળકો પેદા કરવાનો હક ના હોવો જોઈએ અથવા સમજીને પેદા ના કરવા જોઈએ. અતિશય તણાવ પેદા કરતું, અને અતિશય ભાર સહિતનું ભણતર બાળકોના માથે મારવાની જવાબદારીમાંથી ફક્ત મુક્ત થવા જેવું છે.
સોટી વાગે ચમ ચમ વિદ્યા આવે ધમ ધમ.
આ જુનું પુરાણું સૂત્ર ભારતનું લાગે છે ને? મૂળ આ સૂત્ર ભારતનું નથી. આ સૂત્ર પશ્ચિમથી આયાત થયેલું હતું.  હવે તો જોકે વિદ્યાર્થીઓને શિક્ષકો દ્વારા મારવાનું બંધ થઈ ગયું છે. અંગ્રેજોના જમાનામાં કારકુન પેદા કરવા ભારતમાં મેકોલે દ્વારા શિક્ષણ પદ્ધતિ દાખલ કરાઈ ત્યાર પછી આ સોટી વાગે ચમ ચમ વિદ્યા આવે ધમ ધમ ચાલુ થયેલું. બાકી પ્રાચીન ગુરુકુળ પદ્ધતિમાં શીખવવાની પદ્ધતિ લગભગ હન્ટર ગેધરર સમાજો જેવી હશે તેવું મને લાગે છે. ગુરુકુળ પદ્ધતિમાં રાજા અને રંક સાથે ભણી શકતા પણ તે બ્રાહ્મણ અને ક્ષત્રિય હોય તો જ..  ગુરુકુળ પદ્ધતિનો ભારતમાં એક મોટો ડ્રોબેક એ હતો કે તેમાં ઊચ્ચવર્ણનાં બ્રાહ્મણ અને ક્ષત્રિય સિવાય બીજા કોઈને ભણવાનો અધિકાર નહોતો. ક્ષત્રિયોમાં પણ ઉચ્ચ રાજઘરાનાનાં સંતાનો સિવાય કોણ ભણવા જતું હશે? મેકોલેની શિક્ષણ પદ્ધતિમાં લાખ દોષો હતા, પણ એનો એક ફાયદો એ થયો કે સમાજના તમામ વર્ગને ભણવા જવાનો ચાન્સ મળ્યો. હજુ આપણે જૂનીપુરાણી મેકોલે પદ્ધતિમાં કોઈ ખાસ ફેરફાર કર્યો હોય તેમ લાગતું નથી. આપણે જૂનીપુરાણી વસ્તુઓના શોખીન છીએ. એને સંગ્રહી રાખવામાં માહેર છીએ. હવે આ સડેલી મેકોલે પદ્ધતિમાં સુધારો કરવો જોઈએ.
      પશ્ચિમનાં શિક્ષણનાં ઇતિહાસમાં એક સમય એવો હતો કે શીખવવું અને મારવું સમાનાર્થી શબ્દો હતા. બાળકો માટે શીખવવું અને મારવું કે સજા કરવી બધું સરખું જ હતું. મતલબ ટીચિંગ સાથે બીટિંગ જોડાયેલું હતું, અને આ પશ્ચિમનું દૂષણ ભારતમાં અંગ્રેજો સાથે પ્રવેશી ચૂક્યું હતું. ધોતિયાધારી હાથમાં સોટી ધરાવતા શિક્ષકો બાળકો માટે યમદૂત જેવા લાગતાં હશે. ચાલો બાઈબલનાં પ્રોવર્બ્સ શું કહે છે તે જોઈએ_____
• “Do not withhold correction from a child, for if you beat him with a rod, he will not die. You shall beat him with a rod and deliver his soul from hell.” (Proverbs 22:13-14)
• “Foolishness is bound up in the heart of a child, but the rod of correction shall drive it far from him.” (Proverbs 22:15)
• “Blows that hurt cleanse away evil, as do stripes the inner depths of the heart.” (Proverbs 20:30)
• “He that spares his rod hates his son, but he that loves him chastens him.” (Proverbs 13:24)
     આમ આજ્ઞાપાલન શીખવવું પડે અને સજા એ શીખવવાનો રાજમાર્ગ હતો. ૧૭, ૧૮  અને ૧૯મી સદી સુધી પશ્ચિમમાં ચર્ચ સ્કૂલો ચલાવતું હતું. આ સ્કૂલો શીખવવાને બદલે સુધાર સ્કૂલો વધુ હતી. બાળકો natural sinner છે તેવી માની લીધેલી ધારણાઓ પર આ સુધાર સ્કૂલો ચાલતી. બાળકોને આજ્ઞાંકિત બનાવી એમના આત્માને બચાવી શુદ્ધ સેવકો બનાવવા માટે ભગવાનનો ડર લાગવો જોઈએ. એમ શિક્ષકોનો પણ ડર લાગવો જોઈએ, પિતાનો પણ ડર લગાવો જોઈએ. એમ જે ઉપરી હોય તે બધાનો ડર લાગવો જોઈએ.
    આજે પણ સ્કૂલોમાં પહેલું આજ્ઞાપાલન શીખવવામાં આવે છે અને સજા એ શીખવવાનો મુખ્ય રસ્તો હોય છે. સ્કૂલનાં નિયમો પાળવા પડે. હવે મારવાનું લગભગ બંધ થઈ ગયું છે. એક સજા તો ઓછી થઈ પણ માર્ક્સ આપવાની પદ્ધતિ પ્રાથમિક સખ્તાઈ બની ગઈ છે. ખૂબ ઊંચા માર્ક્સ મેળવવા એજ જીવનની સફળતા છે તેવું દરેકના બાળકોના, વાલીઓના અને શિક્ષકોના મનમાં સમાઈ ગયું છે. અમુક હદથી ઓછા ટકા હોય તો સ્કૂલથી અટકી જવું પડતું હોય છે. કૉલેજમાં જવા માટે તો ખૂબ ઊંચી ટકાવારી જોઈએ. અને જે બાળકો આ ઊંચી ટકાવારી ના મેળવી શકે તેમનું તો જીવનજ અસફળ થઈ ગયું. આમ શિક્ષક દ્વારા માર ખાવા કરતા ઓછા માર્ક્સ આવવા બહુ મોટી સજા બની જતું હોય છે.
   ચાર્મી કાયમ ઊંચા માર્ક્સ લાવતી વિદ્યાર્થીની હતી. પરીક્ષકને લાગ્યું કે ચોરી કરે છે લાલ શાહી વડે માઈનસ ૩૦ માર્ક્સ પુરવણીમાં લખી નાખ્યા. હવે બચારી સો માર્કસનું સાચે સાચું લખે તો પણ ૭૦ સમજવાના. અને ૭૦ માર્કસનું સાચું લખે તો ૪૦ સમજવાના. બસ જીવન અસફળ થઈ ગયું, આના બદલે શિક્ષકે બે લાફા મારી લીધા હોત કે અંગૂઠા પકડાવી લીધા હોત તો સારું થાત. આત્મહત્યા કરવા કૂદી પડી અને બચી ગઈ પણ પગ ભાંગી બેઠી. હમણાં મારા દીકરા હરપાલસિંહ સાથે ચર્ચા કરતા જાણ્યું કે અહીં ન્યુ જર્સીમાં સ્કૂલોમાં નવો ટ્રેન્ડ ચાલુ થયો છે કે ટીચરે વિધાર્થીની નોટબુક કે પેપરમાં લાલશાહી વડે કોઈ રિમાર્ક કરવું નહિ. બ્લ્યુ કે બ્લેક ઇન્ક વડે જ લખવું. કારણ લાલ રંગ આક્રમક હોવાથી બાળકો લાલ શાહી જોઈ વ્યગ્ર થઈ શકે છે. આપણે બાળકોને મારવા કરતા ઓછા વધતા માર્ક્સ આપીને સંતોષ અનુભવીએ પણ માર્ક્સ પદ્ધતિ depression, anger, cynicismવધારે છે.
   Any coercive teaching is an act of aggression.
   આપણે બાળકો ઉપર આપણાં અધૂરાં સપના થોપી દેતા હોઈએ છીએ. બાળકોની રુચી, યોગ્યતા, પસંદ અને માનસિકતા મુજબ એમને જે ભણવું હોય તેમાં દાખલ કરવા
જોઈએ. પણ બધા માબાપને એમના બાળકોને પહેલા ડૉક્ટર પછી એન્જીનીયર બનાવવા હોય છે. બાળકોને એમની અણગમતી લાઈનમાં ભણાવવા તેમના આત્મા ઉપર હુમલા સમાન છે.  હવે  આ માર્ક્સ કઈ રીતે આપાય છે તે આપણે સહુ જાણીએ છીએ. શિક્ષકે પીધેલ એક સારી કે ખરાબ ચા કે કોફી પણ માર્ક્સ ઉપર અસર કરી શકે છે.
  ગ્રેડ સીસ્ટમ, માર્ક્સ સીસ્ટમ કરતા થોડી સારી હશે. માર્ક્સ સિસ્ટમનો હળવો પ્રકાર ગ્રેડ સીસ્ટમ લાગે છે. ૮૦ માર્ક્સ લાવનાર અને ૯૦ માર્ક્સ લાવનાર બંનેની ગ્રેડ ‘B’ હોય એટલો ફેર પડે. ઘણી જગ્યાએ A, A+, A++ વપરાતું હોય છે. આવું જ B ગ્રેઈડનું સમજવું. છતાં સાવ જૂની ઘરેડ મેકોલેના જમાનાની પકડી રાખવી તેના કરતા થોડું ઈવોલ્યુશન કરવું તો પડે જ. બળદગાડી પરથી સીધા એરોપ્લેન પર તો આવી જવાતું નથી. માર્ક્સ પદ્ધતિ કરતા ગ્રેડ પદ્ધતિ ઓછી ત્રાસદાયક લાગે છે. એમાં આત્મહત્યા  સુધીનો સ્ટ્રેસ પડતો હોય તેમ લાગતું નથી. વળી એમાં આખા વર્ષનું એવરેજ પર્ફોર્મંસ જોઇને ગ્રેડ આપવામાં આવે છે. આમ ગ્રેડ સીસ્ટમ માર્ક્સ સીસ્ટમ કરતા ઘણી સારી છે. માર્કસની મેરેથોન પડતી મૂકી કશું નવું અપનાવવાનો સમય હવે પાકી ચૂક્યો છે.
   સત્તાવાર આંકડા મુજબ અમેરિકામાં ૪ થી ૧૭ વર્ષની આયુ ધરાવતા બાળકોમાં ૮% બાળકો ADHD વડે પીડાતા માલૂમ પડ્યા છે. Attention Deficit Hyperactivity Disorder વડે પીડાતા બાળકોમાં છોકરીઓના પ્રમાણમાં છોકરાઓ ત્રણ ઘણા વધુ હોય છે. ચાલો આંકડા ગમે તે કહેતા હોય આ ADHD છે શું? સીધી સાદી વ્યાખ્યા મુજબ બાળકો સ્કૂલનાં વાતાવરણમાં ગોઠવાઈ જતા નથી કે અનુકૂલન સાધી શકતા નથી. શિક્ષકોના ઓબ્જર્વેશન મુજબ સ્કૂલમાં બાળકની ડોકમાં દુખાવો થતો હોય, ભણવામાં ધ્યાન આપતું નાં હોય, અસાઇન્મન્ટ પુરા કરતું ના હોય, વધારે પડતું હલનચલન કરી આખા વર્ગને ખલેલ પહોચાડતું હોય, વધારે પડતું બોલ્યા કરતું હોય ત્યારે બાળક ADHD વડે પીડાતા હોવાની શક્યતા છે તેમ કહેવાય. મૂળ તો ઈવોલ્યુશનરી મિસમેચનો દાખલો છે. લાખો વર્ષ થયા માનવને ઉત્ક્રાંતિ પામે. એમાં લાખો વર્ષ લાગી કોઈ સ્કૂલો હતી નહિ. બાળકો જે જરૂરી હોય તે રમતગમતમાં શીખી લેતા હતા. બધું પ્રેક્ટીકલ શીખવવામાં આવતું, કે શીખી જતા. આવી બંધ ચાર દીવાલો વચ્ચે બેસીને બાળકો લાખો વર્ષ લાગી કશું શીખ્યા નહોતા. શું બાળકો આપણે શીખવીએ તો જ શીખતા હોય છે? જાતે કશું શીખતા નહિ હોય??
મને લાગે છે ધર્મોના ઉદભવ પછી, ધર્મોનો વ્યાપ વધે તે માટે તેમના નીતિનિયમો, માન્યતાઓ વગેરેનું  શિક્ષણ આપવાનાં પ્રયત્નમાં શિક્ષણ સંસ્થાઓ અસ્તિત્વમાં આવી હોવી જોઈએ. બાકી લાખો વર્ષ લગી ગુરુકુળ, સ્કૂલ, વિદ્યાપીઠ, કૉલેજ કે યુનીવર્સીટી વગર સમાજ ચાલતો હતો અને ઉત્તરોત્તર પ્રગતિ પણ કરતો જ હતો. નાલંદા આવી જ એક બૌદ્ધ યુનીવર્સીટી હતી, જેમાં બૌદ્ધ ધર્મનું શિક્ષણ મેળવવા લોકો દૂર દૂરથી આવતા હતા. મદરેસાઓ પણ આમ જ શરુ થઈ હોવી જોઈએ. તેમ પશ્ચિમમાં ચર્ચ લોકોને સુધારવા સ્કૂલો શરુ કરવા લાગ્યું હશે. બાકી કળા, કારીગરી, કૌશલ તો લોકો પેઢી દર પેઢી વડીલો પાસેથી સ્કૂલ કૉલેજમાં ગયા વગર શીખી જતા હતા. મોટામસ ભવ્ય રાજમહેલો, કિલ્લાઓ, મીનાક્ષી મંદિર, ચીનની દીવાલ,  ખાજુરાહો અને અંગકોરવાટ જેવા બેજોડ મંદિરો, પીરામીડો  કયા IIT કે MIT માં ભણેલા એન્જીનીયરોએ બનાવેલા? અંગ્રેજો આખી દુનિયામાં ફેલાયા અને આખી દુનિયામાં સ્કૂલો ફેલાઈ ગઈ. હવે તો સ્કૂલ કૉલેજ વગરની દુનિયા કલ્પવી મુશ્કેલ છે.
      પરિવર્તન અને પ્રગતિના માર્ગમાં પાછાં ફરવાનો કોઈ રસ્તો હોતો નથી. અને જઈએ તો યોગ્ય પણ ના કહેવાય. ફરી પાછાં આપણે હન્ટર ગેધરર બની જવાના નથી. સ્કૂલ કૉલેજોનો નાશ પણ કરી શકાય નહિ. હવે દરજીનો દીકરો દરજી જ બને કે લુહારનો દીકરો લુહાર બને તેવું રહ્યું નથી. એક સુથારનો દીકરો દુનિયાની મોટી ગણાતી ટેલીકોમ કંપનીનો સર્વોચ્ચ વડો પણ બની શકે છે. અને તે ગર્વ લેવા જેવી બાબત છે. આમ સ્કૂલ કૉલેજને ઉવેખી શકીએ તમ પણ નથી. છતાં આપણે હન્ટર ગેધરર સમાજના ડહાપણ અપનાવી બહેતર સમાજ કે બહેતર  શિક્ષણ વ્યવસ્થા બનાવી શકીએ તેમ છીએ. બાળકો આપણે શીખવીએ તો જ શીખે તે વાત ભૂલી જવી જોઈએ. બાળકો એમના કામનું શીખી જ લેતા હોય છે તેવી કુદરતની લાખો વર્ષ જૂની ડીઝાઈન છે.  છ મહિનાના બાળકથી નિરીક્ષણ ચાલુ કરો, જુઓ તમને શું શું જોવા મળે છે.
   થોડા દિવસનું બાળક પણ નવી વસ્તુ તરફ પહેલું જુએ છે. છ મહિનાનું બાળક દરેક આસપાસની વસ્તુને સમજવાનો વૈજ્ઞાનિક અભિગમ રાખતું હોય છે. વસ્તુને દબાવશે, પકડશે, ઉલટસુલટ કરશે, નીચે નાખશે, ઊચકશે, ફરી નીચે નાખશે, ચાખશે, એક વૈજ્ઞાનિકને કામ પર જુઓ અને એક બાળકનું નિરીક્ષણ કરો બંનેમાં સામ્ય દેખાશે. અરે આસપાસના લોકોની બેસિક સાયકોલોજી પણ બાળક સમજતું થઈ જતું હોય છે કે આ ડાહ્યાંને કઈ રીતે ખુશ રાખવા. એના પછી ભાષાકીય જ્ઞાન તરફ આગળ વધો તો કોઈ નવી ભાષા શીખવાનો પ્રયત્ન કરતા એક પુખ્ત માણસને આંખે પાણી આવે છે. હજારો શબ્દો, અસંખ્ય વ્યાકરણના નિયમો બાળક રમતમાં શીખી જતું હોય છે. અરે દ્વિભાષી પરિવાર કે વાતાવરણ હોય તો બાળક બે ભાષાઓ પણ શીખી લેતું હોય છે. ચાર વર્ષનું બાળક એની માતૃભાષામાં માહેર હોય છે. બે થી સત્તર વર્ષ સુધીમાં એક બાળક ૬૦,૦૦૦ શબ્દો શીખી લેતું હોય છે.
   ફીજીકલ ગણીએ તો સૌથી પહેલું મહત્વનું કામ બાળક શીખતું હોય તો તે છે બે પગે ઉભા થઈને ચાલવાનું. આપણે ચોપગાં પશુઓમાંથી ઉત્ક્રાંતિ પામ્યા છીએ. માટે બાળક જન્મે તેવું તરત બે પગે ચાલી શકતું નથી. બે પગે ચાલવાનું શીખવા માટે તેને અપાર મહેનત કરવી પડે છે. આશરે ૭૦ લાખ વર્ષો પહેલા આપણાં અને ચિમ્પાન્ઝીના પૂર્વજો કૉમન હતા. લગભગ ૪૦ લાખ વર્ષ પહેલા આપણાં કોઈ પૂર્વજ ‘કપિનર’Australopithecus afarensisની એન્કલની ડીઝાઈન થોડી બદલાઈ અને બે પગે ચાલવામાં સરળતા આવવા લાગી.આ પવિત્ર ઘટના આફ્રિકાના સવાના પ્રદેશમાં બનેલી. આખી માનવજાત માટે આ પવિત્ર સ્થળ ગણાવું જોઈએ. ઈવોલ્યુશનનાં ઇતિહાસમાં આ અદ્ભુત પરિવર્તન હતું. આમ બે પગે ચાલવું આપણે હજુ પણ શીખવું પડે છે. બાળક ચાલવાનું પુરજોશમાં શીખતું હોય ત્યારે એવરેજ રોજના છ કલાક ચાલતું હોય છે અને ૯૦૦૦ ડગલા ભરતું હોય છે,જેની લંબાઈ ૨૯ ફૂટબોલના મેદાન જેટલી થાય ( Adolph et al., 2003, Child Development, 74 , 475 -497 ).  બાળક ઊભું થાય છે, ચાલે છે, પડે છે, દોડે છે, કુદકા મારે છે, ચડે છે આમ કસરત ચાલુ જ હોય છે.
     આજે પણ ઘણા માબાપ બાળકોને સ્કૂલમાં મૂકતાં નથી ઘેર શિક્ષણ આપે છે. હમણાં કોઈ મિત્રે આવા દાખલા ફેસબુક પર મૂક્યા પણ હતા. આવા ” non-school schools ” વડે શિક્ષણ પામેલા બાળકો સફળતા પામી ચૂકેલાં છે. શિક્ષણ હવે એક કોર્પોરેટ બિઝનેસ બની ગયો છે. એક બે વર્ષના બાળકને પણ નર્સરી અને કે.જી. માં એડમીશન માટે તૈયાર થવું પડતું હોય છે, એના ઈન્ટરવ્યું લેવાય છે, આના જેવી મોટી બીજી કઈ કરુણતા હોય?  મારા શ્રીમતી વડોદરામાં ઘરમાં આવું પ્લે સેન્ટર ચલાવતા હતા જેમાં બાળકોને તૈયાર કરવામાં આવતા કે જેથી કે.જી.માં લેવાતા ઈન્ટરવ્યુંમાં પાસ થઈ જાય અને એડમીશન મળી જાય.  આવા ત્રીસેક બે વર્ષના ભૂલકાઓ જોડે હું ખૂબ મસ્તી કરતો. ત્રણચાર કલાક ઘરમાં ધમાલ મચી જતી.
    “Adults do not control children’s education; children educate themselves.”
આ વિચારધારા સાથે શરુ થયેલી છેલ્લા ૪૦ વર્ષથી અમેરિકાના શૈક્ષણિક જગતનું best-kept secret રહેલી, ૧૦ એકર જમીનમાં Victorian mansion ધરાવતી The Sudbury Valley School , Framingham, Massachusetts , એક સંપૂર્ણ લોકશાહી ઢબે ચાલતી બેનમુન સ્કૂલ છે. ચાર વર્ષના બાળકોથી પ્રવેશ શરુ થાય છે. હાઈસ્કૂલ એજ્યુકેશન સાથે અભ્યાસ પૂર્ણ થાય છે. અહી ના કોઈ ટેસ્ટ છે, ના કોઈ પરીક્ષા, ના કોઈ ગોલ્ડ સ્ટાર, પાસનાપાસ થવાની કોઈ ચિંતા નહિ, કોઈ ફરજિયાત કોર્સના બંધન નહિ, કોઈ અપેક્ષા નહિ, કોઈ જબરદસ્તી નહિ, કોઈ એવૉર્ડ નહિ, કોઈ રીવોર્ડ નહિ, કોઈ ખુશામત પણ નહિ. અહી ૨૦૦ વિદ્યાર્થીઓ વચ્ચે ૧૦ જણાનો ફૂલ ટાઈમ સ્ટાફ છે, પણ આ કોઈ શિક્ષક જેવા નથી. આ બધા બાળકો માટે કાકા, કાકી, માસા, માસી જેવા લાગે, એમના ખોળામાં બેસી જવાય, ખભે ચડી મસ્તી કરી શકાય, એમની આગળ રડી પણ શકાય. અહી નાનામોટા દરેક બાળકનો સરખો વોટ છે. બધા બાળકોની સ્વતંત્રતા સચવાય માટે અહી રૂલ્સ છે. અહીંથી બહાર પડેલા બાળકો ડૉક્ટર, એન્જીનીયર, વૈજ્ઞાનિક, કલાકાર, લૉયર, સંગીતકાર અને ઉદ્યોગપતિ બનેલા છે.
  આ સ્કૂલનો કૉન્સેપ્ટ અમેરિકન શિક્ષણવિદો માટે પચાવવો અઘરો છે. એટલે આ લોકો એને ઇગ્નોર કરે છે, પણ હવે એમાંથી બહાર પડેલા વિદ્યાર્થીઓ દ્વારા એનું રહસ્ય બહાર પડવા લાગ્યું છે અને હાલ આખી દુનિયામાં થઈને આવી બે ડઝન સ્કૂલો સ્થપાઈ ચૂકી છે. આગામી ૫૦ વર્ષોમાં આખી દુનિયાના શિક્ષણવિદોને આની નોંધ લેવી પડશે ને આ કૉન્સેપ્ટ અપનાવવો પડશે.
  “Children educate themselves ; we don’t have to do it for them .”





No comments:

Post a Comment