Coming Soon

" NCERT ના અભ્યાસક્રમ મુજબનું મટિરિયલ્સ મેળવવા અઠવાડિયે એક વખત અચૂક મૂલાકાત લો..... "

સૂચના::

" આ બ્લોગ ઉપર આપવામાંં આવતુંં મટિરિલલ્સ ફ્રી છે... "

રાસાયણિક તત્વ

રાસાયણિક તત્વજ્ઞાન

   જીવન એક રાસાયણિક તથ્ય.
   મેમલ બ્રેઈન શબ્દ હું વાપરતો હોઉં છું. આવો જરા પ્રાથમિક માહિતી મેળવીએ. ઊંડા સંશોધન, બ્રેઈન વિષે ન્યુરોલોજીસ્ટ ઉપર છોડીએ. મેમલ બ્રેઈન એટલે દરેક મેમલ એટલે સસ્તન પ્રાણીઓ પાસે સામાન્યતઃ હોય છે.
   * limbic સીસ્ટમ, જે દરેક મેમલ પાસે યુનિક હોય છે.
   * Medulla અને Cerebellum જે દરેક મેમલને સરીસર્પ પાસેથી વારસામાં મળેલું છે.
   * Small Cortex -દરેક મેમલમાં એની સાઇઝ જુદી જુદી હોય છે.
               ખાલી માનવજાતમાં Pre -Frontal Cortex હોય છે. જે મેમલ બ્રેઈનમાં સમાવેશ થતું નથી. આપણું કોર્ટેક્ષ ખૂબ હોશિયારી પૂર્વક અનેક બાબતોનું પૃથ્થકરણ કરી શકે છે જે નાનું બ્રેઈન કરી શકતું નથી. આપણી જ્ઞાનેન્દ્રિયો જે માહિતી આપતી હોય કે જે અનુભવતી હોય તેના સિવાય કે તેના ઉપર આધાર રાખ્યા  સિવાય પણ માનવજાત પાસે માહિતીનું સર્જન કરવાની  અજોડ ક્ષમતા છે. ટૂંકમાં મોટું કોર્ટેક્ષ નાના બ્રેઈન કરતા ક્વોલીટીની દ્રષ્ટીએ જરા જુદું પડી જાય છે.
      ભાષા એક અમૂર્ત વિશિષ્ટ કળા છે. લાર્જ કોર્ટેક્ષને એનું વિશ્લેષણ કરવું પડતું હોય છે. પણ લીમ્બીક સીસ્ટમ કોઈ ભાષા વાપરતું નથી. એટલે લીમ્બીક સીસ્ટમ કોર્ટેક્ષને કોઈ શબ્દોમાં માહિતી આપતું નથી. એ  દુનિયાને પ્રતિભાવ આપે છે ન્યુરોકેમિકલ છોડીને. આપણું કોર્ટેક્ષ આ પ્રતિક્રિયાને સમજવા પ્રયત્ન કરતું હોય છે, પણ એની અંદર શું ચાલે તેની ખબર હોતી નથી. આપણું કોર્ટેક્ષ નિરીક્ષણ કરીને શીખતું હોય છે. આપણે ન્યુરોકેમિસ્ટ્રી વિષે જાણતા હોતા નથી. સુખ અને દુખ વિષે વિચારો કર્યા કરતા હોઈએ છીએ. જાતજાતની ફિલોસોફી ગોઠવતા હોઈએ છીએ. છેવટે કશું નાં સૂજે તો સાક્ષીભાવ રાખવાનું વિચારીએ છીએ. અને આવું કહેનાર ‘ગીતા’ મહાન પુસ્તક બની જાય છે. પણ તમે જો આ ન્યુરો કેમિકલ્સની પ્રતિક્રિયા વિષે ધ્યાન કેન્દ્રિત કરશો તો એની ચોક્કસ પૅટર્ન જાણી શકશો. કોર્ટેક્ષ સાથે જોડાયેલી લીમ્બીક સીસ્ટમને સમજવાનું ખુદ કોર્ટેક્ષ માટે સહેલું નથી. પ્રાણીઓની બિહેવિયર વિષે અભ્યાસ કરવાથી મદદ મળી શકે છે. કારણ કે પ્રાણીઓ ખાસ વિચાર કર્યા વગર તેમના ન્યુરોકેમિકલને અનુસરતા હોય છે. પ્રાણીઓની બિહેવિયર પૅટર્ન ઘણું બધું આપણી લીમ્બીક સીસ્ટમ વિષે શીખવી શકે છે.
            સૌ પ્રથમ મેમલ જે ઉત્ક્રાન્તિના ક્રમમાં પેદા થયું હશે તેને તેનું બ્રેઈન સરીસર્પ(Reptile)પાસેથી વારસામાં મળ્યું હશે. પછી તેમાં નવા ભાગ વિકાસ પામ્યા અને ઉમેરાયા. સરીસર્પ એકલવાયું ક્રીયેચર છે. જે સામાજિક નિર્ણય લઈ શકે તેવું બ્રેઈન ધરાવતું નથી. આદિમ મેમલ ગૃપમાં રહેવાથી સમૃદ્ધ થયા. કેમકે સમૂહમાં સલામતી હોય છે. એકલાં રહેતા મેમલ કરતા સમૂહમાં રહેતા મેમલનો સર્વાઈવલ રેટ ઊંચો હોય. એકબીજાને સહન કરીને સમૂહમાં રહેવું પડે. અને આમ કરતા એમની વસ્તી વધવાના ચાન્સ પણ વધી જાય. આમ નેચરલ સિલેક્શન ધીમે ધીમે સામાજિક વ્યવહારની આવડત તરફ દોરવા લાગ્યું  અને આમ મેમલનું બ્રેઈન સ્ટ્રક્ચર વિકાસ પામવા લાગ્યું. આ રીતે એમાં સમાયા Hypothalamus , Hippocampus ,  Amygdala અને બીજા થોડા બીજા ભાગો જે બધું ભેગું થઈને લીમ્બીક સીસ્ટમ બન્યું. આ સ્ટ્રક્ચર ન્યુરોકેમીકલ્સ છોડે જે સામાજિક વ્યવહારને એક ચોક્કસ રૂપ અર્પે છે. દરેક મેમલ પાસે રેપ્ટાઈલ બ્રેઈન ઉપર લીમ્બીક સીસ્ટમ હોય છે, જે બીજા જીવ જંતુ પાસે હોતી નથી.
         
આ લીમ્બીક સીસ્ટમ એક સ્તનધારીને બીજા સ્તનધારી પ્રાણીઓ સાથે હકારાત્મક પ્રતિભાવ આપવા સક્ષમ બનાવે છે. એક સરીસર્પ પાસે બીજા સરીસર્પ માટે કોઈ હૂંફાળી લાગણી હોતી નથી. રેપ્ટાઈલની સેન્ટ્રલ નર્વસ સીસ્ટમ હંમેશા સંભવિત આક્રમણકારી વિષે સચેત હોય છે, કોઈ જોડાણ માટે નહિ. ખાલી લીમ્બીક સીસ્ટમ પાસે એમના જાત ભાઈ માટે સારી ભાવના હોય છે.
        મેમલ એમના જાતિના દરેક માટે એકસરખી સારી ભાવના ધરાવતા હોતા નથી. તેઓ સામાજિક નિર્ણય લેતા હોય છે. લીમ્બીક સીસ્ટમ અને રેપ્ટાઇલ બ્રેઈન સંપીને કામ કરતા હોય છે અને મેમલને દોરવણી આપતા  હોય છે, સામે આવેલ મેમલ જો હકારાત્મક કેમિકલ સ્ત્રાવ માટે કારણભૂત હોય તો એને આવકારો અને એની સામે જાઓ, અને જે નકારાત્મક કેમિકલ સ્ત્રાવ માટે કારણભૂત બને તેનાથી દૂર રહો. આ એફીશન્ટ ડીઝાઈન મિલીયંસ ઑફ યર્સ થી કામ કરી રહી છે.
     દરેક મેમલ પાસે કોર્ટેક્ષ છે, પણ ઘણા પાસે સાવ નજીવું હોય છે. જેટલું કોર્ટેક્ષ નાનું  તેટલું તે પ્રાણી કુદરતી ન્યુરો કેમિકલ્સનાં રિસ્પૉન્સ ઉપર આધાર રાખવાનું, જે તે બચપણથી શીખ્યું હોય. જેમ કોર્ટેક્ષ મોટું તેમ એના ઓટોમેટીક રિસ્પૉન્સ સાથે પોતાના પાછલાં સ્ટોર કરેલા અનુભવો લક્ષમાં લઈને એડજસ્ટ કરશે. બસ અહી જ તકલીફ થતી હોય છે.
       આપણાં પિતરાઈ એપ્સ કરતા આપણું કોર્ટેક્ષ ત્રણ ઘણું મોટું હોય છે. અને એપ્સનું કોર્ટેક્ષ સામાન્ય વાનર કરતા ત્રણ ઘણું મોટું હોય છે, અને વાનરનું કોર્ટેક્ષ વળી કૂતરાં કરતા મોટું હોય છે. છતાં શબ્દો વાપર્યા વગર પણ કૂતરાં અને વાનરો એમની જટિલ સામાજિક વ્યવસ્થામાં જીવતા હોય છે. તેઓ ન્યુરો કેમિકલ ઉપર વધુ આધાર રાખતા હોય છે.
     ન્યુરો કેમિકલનાં ઓચિંતાં ધક્કા વિષે સામાન્ય પ્રતિક્રિયાનાં બદલે તેના જુદા જુદા વિકલ્પ કોર્ટેક્ષ શોધી કાઢતું હોય છે.  સામાન્ય પ્રતિક્રિયા તો પ્રાણીઓ આપતા જ હોય છે, પણ માનવ પાસે બહુ મોટું કોર્ટેક્ષ વિચારવંત બ્રેઈન છે જે જાત જાતના વિકલ્પ શોધી કાઢતું હોય છે. દરેક પ્રાણી  પાસે સાવ નાનું તો નાનું પણ કોર્ટેક્ષ હોય છે જે એને આ પ્રતિક્રિયામાં પાછલાં અનુભવો ઉમેરવાનું શીખવતું હોય છે, એના વિકલ્પ શોધવાનું શીખવતું હોય છે. જેમ જેમ મોટું કોર્ટેક્ષ તેમ તેમ નવા નવા વિકલ્પ શોધવાની ક્ષમતા વધુ. માનવ જાત પાસે ઘણું મોટું કોર્ટેક્ષ હોવાથી તે ઘણા બધા ગહન અને જટિલ વિકલ્પ શોધી કાઢતું હોય છે, અને તેથી લીમ્બીક સીસ્ટમ જે પડદા પાછળ કામ કરતી હોય છે તે ધ્યાનમાં લેતા નથી, દરગુજર કરીએ છીએ.
      આપણાં મેમલીયન ન્યુરો કેમિકલ્સ બે જાતના હોય છે એક છે Neurotransmitters અને Hormones . ન્યુરોટ્રાન્સમીટર્સ બ્રેઇનમા રહેતા હોય છે અને હોર્મોન્સ બ્લડમાં ભળી શકતા હોય છે. બંને સાથેજ સંપીને સ્ટેટ્સ અને હેપીનેસ માટે કામ કરતા હોય છે. માટે ન્યુરોકેમીકલ્સ કહીશું તો અસ્થાને નહિ ગણાય.
  માનવ જાતે સદાય માટે એની વર્તણૂક માટે જાત જાતની ફિલોસોફી શોધી કાઢી છે. અને ન્યુરોકેમીકલ્સ અને લીમ્બીક સિસ્ટમને ધ્યાનમાં લીધી નથી. આપણે પદ, પ્રતિષ્ઠા અને સામાજિક મોભો ઇચ્છતા પ્રાણી છીએ તેવું સ્વીકારવાનું આપણી ફિલોસોફીએ શીખવ્યું નથી.
   આપણે જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યની વાતોમાંથી ઊંચા આવતા જ નથી.
રુદન, આંસુ, રડવું.
        માનવજાતનું બાળક એટલે દુનિયાનું સૌથી નાજુક સહેજમાં ભાંગી પડે તેવું જીવબીજ છે. હરણનું બચ્ચું જન્મ્યા પછી બેત્રણ કલાકમાં ઊભું થઈ જતું હોય છે અને
બીજા દિવસ એના ટોળા સાથે દોડતું થઈ જતું હોય છે. હાથીનું મદનિયું એના પહેલું  ભોજન મેળવતા પહેલા તો ચાલતું થઈ જાય છે કે બે ડગલા ચાલ્યા વગર એની માતાનું સ્તન એના નસીબમાં હોતું નથી. કાચિંડો જન્મે એટલે કે ઈંડામાંથી બહાર નીકળે એટલે તરત દોડતો થઈ જાય છે કે પૂરતી ઝડપે દોડે નહિ તો એના માબાપ જ ખાઈ જવા તૈયાર ઉભા હોય છે. માનવબાળ જન્મતા સાથે આવી કોઈ સર્વાઈવલ સ્કીલ શીખીને પેદા થતું નથી સિવાય કે મદદ માટે રડવાનું અને અનુભવે શીખવાનું.
       તાજું જન્મેલું બાળક રડે છે કે તે દૂધ શું છે જાણતું નથી. તે રડે છે કારણ લો બ્લડ સુગરનાં કારણે બ્રેઈન ઇમર્જન્સી એલર્ટ સિગ્નલcortisol રીલીઝ કરે છે. દરેક પ્રાણીઓમાં cortisol સર્વાઈવલ વર્તણૂક ઊભી કરતું હોય છે. જેવું કે ખોરાકની શોધ કરવી કે પ્રીડેટર જોઇને ભાગવું. માનવ જન્મજાત સર્વાઈવલ નૉલેજ લઈને પેદા થતો નથી. આપણે જન્મીએ છીએ પુષ્કળ ન્યુરોન્સ વચ્ચે થોડા કનેક્શન લઈને. એટલે બાળક રડવા સિવાય કઈ કરી શકતું નથી.
        કલ્પના કરો, સર્વાઈવલ જોખમમાં છે અને કશું કરી શકવા સક્ષમ નથી, અને આ સ્થિતિમાં જ આપણે જન્મીએ છીએ. સારા નસીબે રુદન કામ કરી જતું હોય છે. મદદ આવી મળે છે. માતા આવી જાય છે બાળકને દૂધ પીવા મળી જાય છે, ખોરાક મળી જાય છે. બાળક રાહત અનુભવે છે. સારું અનુભવે છે. સુખનો આવિર્ભાવ થાય છે. બ્રેઈન અહી શીખવાનું શરુ કરે છે, ધીમે ધીમે રાહત અને સુખની અપેક્ષા માટે રુદન જાગૃત સંદેશા વ્યવહારનું સાધન બની જાય છે.
       ચાલો રડવાથી ભૂખ તો મટી ગઈ એવું શીખ્યા કે તરત નવી નવી જુદી જુદી ઇમર્જન્સી ઊભી થતી રહેવાની જ છે. કે જે વ્યક્તિ(માતા) તમારો સ્ટ્રેસ દૂર કરે છે તે ક્યારેક અદ્રશ્ય પણ થઈ જતી હોય છે. કે પડી જવાય તો વાગે છે અને દર્દ થાય છે. દર્દ થાય એટલે cortisol સ્ત્રાવ થવાનો અને તમે શું કરી શકો? ખાલી રડવાનું. એટલે સૌ પહેલો અનુભવ માનવજાતનો એ છે કે જો કોઈ તમને સાંભળે નહિ, તો મરી ગયા સમજવાનું, કોઈ સાંભળે નહિ આપણને કોઈ ધ્યાનમાં  લે નહિ આપણને તો બચવું મુશ્કેલ તે માનવ બાળકનો સૌ પહેલો અનુભવ સૌથી પહેલી સર્વાઈવલ ટેક્નિક છે. આ અનુભવ પાયાની પહેલી ઈંટ છે. બાળક આ કોઈ મનન ચિંતન કરીને વિચારતું નથી તે અનુભવ કરે છે શબ્દ વગરની ન્યુરોકેમીકલની ભાષા વડે. એટલે કોઈ સાંભળે  અને ધ્યાનમાં લે તે જીવનનો આધાર બની જાય છે.
     સમય જતા પુખ્ત બનતા જતા cortisol સ્ત્રાવની પ્રતિક્રિયા જાતજાતની ગૂંચવાડાવાળી બનતી જતી જતી હોય છે. પુખ્ત માનવને આંતરિક નિર્બળતા કે અસલામતીનું ભાન સભાનપણે હોતું નથી. આદિમ આંતરિક નિર્બળતા ક્યાંથી આવે છે તે ખબર હોતી નથી. Primal Fragility ની સમજણ મુક્તીદાયક છે.
          દાખલા તરીકે બાળક ધ્યાન ખેંચવા પહેલું તો રડવાનું કરે. પછી જેમ જેમ મોટું થાય તેમ ધ્યાન ખેંચવા ધમાલ મસ્તી કરે. કોઈ વાર રિસાઈ જાય, ચોપડા ફાડે, કપડા ગંદા કરે, મહેમાન ઘરમાં આવે એટલે એના પ્રત્યે ધ્યાન ઓછું થવાનું સ્વાભાવિક બને તો પેટ ભરેલું હોય છતાં ખાવાનું માંગે, કે ધમાલે ચડી જાય કે સરખી વાત કરવા ના દે. પતિદેવ ઘરમાં આવે કે પત્નીને માથું દુખાવા લાગે. વાસણો પછાડે, બાળકોને વિનાકારણે કે નજીવા કારણે ઝૂડવાનું શરુ થઈ જાય. જાતજાતના અને ભાતભાતના વ્યવહાર નાનામોટા દરેકમાં,  સ્ત્રી પુરુષ દરેકમાં,  વૃદ્ધોમાં પણ જોવા મળશે.
       નેચરલ સિલેકશને માનવબાળને આવું સાવ નાજુક કેમ પેદા કર્યું હશે? માતાના ગર્ભમાં મોટું બ્રેઈન વિકસ્યું હોય છે. મોટું બ્રેઈન ધરાવતું અપક્વ શિશુ જલદી બહાર આવી જાય તે ઇચ્છનીય છે. Nervous સિસ્ટમ પૂર્ણ વિકસિત થાય તે પહેલા બાળક જન્મતું હોય છે. આપણી Prematurity ઘણા બધા ફાયદા આપતી હોય છે.
             એક તો બાળક ખૂબ નાજુક હોય છે કે જો તે સ્ટ્રોંગ communicator ના હોય તો સર્વાઇવ થાય નહિ. માતા પણ બાળકના સિગ્નલ્સ સમજે નહિ તો એના જિન્સ DNA  જે એણે બાળકમાં રોપ્યા છે તે બચે નહિ. માનવજાતમાં બેસ્ટ કોમ્યુનીકેશન સ્કીલ ખીલી છે તેનું કારણ આ છે. અને સ્ત્રીઓ કેમ વધુ ઇમોશનલ હોય છે તે પણ આના કારણે કે તાજું જન્મેલું બાળક કોઈ ભાષા જાણતું નથી. એના કારણે માતાની જવાબદારી વધી જતી હોય છે. એટલે સ્ત્રીઓ પ્રાયમરી કેર ગીવર હોવાથી એમના બ્રેઈનના લાગણીઓ દર્શાવતા ભાગ વધુ  સક્રિય બને તે રીતે ઇવોલ્વ થયેલી હોય છે. જેને આપણે દિલથી, હૃદયથી વિચારીએ છીએ તેમ કહીએ છીએ તે દિલ એટલે હૃદય નહિ બ્રેઈનનો ઈમોશન્સ દર્શાવતો ભાગ જ છે. જેની પાસે દિમાગ હોય તેણે સમજી લેવું કે હૃદય એક લોહી ધકેલવાનો પંપ માત્ર છે. ત્યાં કોઈ વિચાર તંત્ર છે જ નહિ.
         બીજું આપણે  ખાસ વાતાવરણ માટે પ્રીપ્રોગ્રામ્ડ સર્વાઈવલ ટેક્નિક શીખ્યા વગર જન્મીએ છીએ, એના કારણે બીજા પ્રાણીઓ એમના એરિયા બહાર નીકળે તો મૃત્યુ પામતા હોય છે, જ્યાં માનવ જાત ગમે ત્યાં જીવી શકવાની ક્ષમતા મેળવી લેતી હોય છે. ઉત્તર ધ્રુવના આર્ક્ટિક સર્કલમાં પણ ચુચી લોકો રહેતા હોય છે.
    પણ આપણે આની ખૂબ મોટી  કિંમત ચૂકવવી પડે છે. આપણે બધું જ શીખવું પડતું હોય છે. બાળક એનો હાથ એના ચહેરા સામે લાવે ત્યારે એને ખબર હોતી નથી કે આ હાથ એની સાથે જોડાયેલો હોય છે, એને અનુભવથી શીખવું પડતું હોય છે કે હાથ એના શરીરનો ભાગ જ છે.
   The bigger a creature’s brain,the longer its childhood.
  ઉંદરનું બચ્ચું બે મહિનામાં એના જીવવા પૂરતી સર્વાઇવલ ટેક્નિક શીખી લેતું હોય છે, જે માનવબાળને શીખતા બે દાયકા લાગી જતા હોય છે. માનવ પાસે પુષ્કળ ન્યુરોન્સ છે માટે એને   ખૂબ એનર્જી અને ઓક્સિજન જોઈએ. બાકી સર્વાઈવ થાય નહિ. પણ એના લીધે આપણા પૂર્વજ આધારિત જ્ઞાન પૂરતા આપણે સીમિત રહેતા નથી. આપણા ખુદના અનુભવો વડે પુષ્કળ નૉલેજ મેળવી શકીએ છીએ.
       અનુભવો વડે બાળક નવા neural pathways બનાવી શકે છે.
બાળક Myelin નામનું  ફેટી આવરણ ચડાવી ન્યુરલ પાથ વે બનાવી શકે છે, જેવું કે વિદ્યુત તાર ઉપર ઇન્યુલેશન હોય છે. Myelinated  ન્યુરોન્સ ખૂબ ઝડપી અને કાર્યક્ષમ હોય છે.
      ન્યુ બોર્ન બેબી કરતા બે વર્ષનું બાળક ઓછા ન્યુરોન્સ વાપરે છે. એના લીધે ઘણી બધી જગ્યાએ ધ્યાન વહેચાવાને બદલે અનુભવો વડે શીખવાનું હોય ત્યાં એક વસ્તુ પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકાય. આમ બાળકના નહિ વાપરેલા ન્યુરોન્સ ક્ષીણ થવા લાગતા જે નવા ન્યુરલ પાથ વે બનાવ્યા હોય ત્યાં ઈલેક્ટ્રીસીટીનો ફ્લો વધી જતો હોય છે. જે લાભદાયી હોય છે.
       બાળક શીખે છે આનંદ અને સુખની ભાવના થકી. બાળકનો તણાવ દૂર થઈ જાય એટલે હેપી ન્યુરો કેમિકલ સ્ત્રાવ થવા લાગે અને આનંદની લાગણી થવા લાગે. જ્યાં જ્યાં રાહત મળે આનંદ મળે સુખ મળે ત્યાં Dopamine , serotonin અને oxytocin જેવા હેપી કેમિકલ્સ નવા નવા કનેક્શન બ્રેઈનમાં કરતા જવાના.
    આપણે નવું ન્યુરલ નેટવર્ક યુવાનીમાં પણ બનાવી શકવા સક્ષમ હોઈએ છીએ. છતાં બચપણમાં બનાવેલું મોડેલ કાયમ કામ કરતું હોય છે. બચપણની આપણી જરૂરિયાતો મુજબ ગોઠવેલી શીખેલી અપેક્ષાઓ હજુ કાયમ હોય છે. એને બદલવાની ઘણી ઇચ્છા હોય પણ બ્રેઈન એનો વિરોધ કરતું હોય છે એને નવા ન્યુરલ રસ્તા કરતા જે સુપર હાઈવે બનાવેલો હોય છે તેણે અનુસરવાનું જ ગમતું હોય છે.
   કુદરતના બધા ક્રિયેચરની જેમ આપણે પણ આપણી સર્વાઈવલ જરૂરિયાતો માટે બહાર ભટકવું પડતું હોય છે. આપણે જે અપેક્ષાઓ ધારણાઓ બાંધી હોય તે જગત કાયમ પૂરી કરે તેવું બનતું નથી હોતું. ઘણીવાર સર્વાઈવલ ખતરામાં પડતું જણાય છે cortisol સ્ત્રાવ વધી જતો હોય છે, અને મદદ માટે આપણે રુદનના નવા પુખ્ત નુસખા શોધી કાઢીએ છીએ. પણ મોટાભાગે કોઈ સાંભળતું હોતું નથી. પત્ની રસોડામાં વાસણો પછાડે છે પણ પતિદેવ છાપામાં માથું નાખીને ચુપચાપ બેઠાં હોય છે. પતિદેવની આવી હરકતો જોઈ પત્ની આંખ આડા કાન કરી દેતી હોય છે, ત્યારે કોઈ નિર્ણય લેતા પહેલા આપણે આપણી આંતરિક નિર્બળતા જાણી લેવી હિતાવહ છે.
માનવ જન્મ અતિ કઠિન.
   
દરેક મેમલ પાસે કોર્ટેક્ષ છે, પણ ઘણા પાસે સાવ નજીવું હોય છે. જેટલું કોર્ટેક્ષ નાનું  તેટલું તે પ્રાણી કુદરતી ન્યુરો કેમિકલ્સનાં રિસ્પૉન્સ ઉપર આધાર રાખવાનું, જે તે બચપણથી શીખ્યું હોય. જેમ કોર્ટેક્ષ મોટું તેમ એના ઓટોમેટીક રિસ્પૉન્સ સાથે પોતાના પાછલાં સ્ટોર કરેલા અનુભવો લક્ષમાં લઈને એડજસ્ટ કરશે. બસ અહી જ તકલીફ થતી હોય છે.
   અગાઉના લેખમાં ઉપર મુજબ લખીને તકલીફ કઈ થતી હોય તે અધ્યાહાર રાખીને હું આગળ વધી ગયેલો. પ્રાણીઓ પાસે કોર્ટેક્ષ નાનું હોય છે, ન્યુરોન્સ ઓછા હોય છે, માટે વિચારવાનું ખાસ હોતું નથી. ન્યુરો કેમિસ્ટ્રી જેમ દોરે તેમ દોરાવાનું. સર્વાઈવલ માટે લડ્યા કરવાનું, એક સ્ટ્રેસ પૂરો થાય એટલે બીજો જ્યાં સુધી ઊભો નાં થાય ત્યાં સુધી શાંતિ. માનવ પાસે મોટું વિચારશીલ બ્રેઈન છે, પુષ્કળ ન્યુરોન્સ છે. માટે એકલાં ન્યુરો કેમિકલ ઉપર આધાર રાખવાનો હોય નહિ. મોટા બ્રેઈનમાં ઘણી બધી મેમરી પણ ભરેલી હોય. એટલે માનવે જાત જાતની નવી નવી વ્યવસ્થાઓ શોધી કાઢી. હેપી કેમિકલનો સ્ત્રાવ આનંદ આપતો હોય છે. પ્રાણીઓમાં તો નબળા પ્રાણીને મારીને દબાવીને ડોમિનન્ટ બની જવાય, અને સેરોટોનીન સ્ત્રવે એટલે ખુશ. પણ માનવોમાં આવું કરી શકાય નહિ. એટલે માનવજાતે ચડતા ઊતરતા દરજ્જાની સર્વોપરી બનવાની એક સામાજિક વ્યવસ્થા શોધી કાઢી.
    બે માનવ ભેગાં થાય, બાર થાય કે બે લાખ કોણ ઊંચું અને કોણ નીચું અચેતન રૂપે સરખામણી શરુ , અને ઉંચો સાબિત કરવાનું શરુ થઈ જાય. બહુ જટિલ રીતો માનવ બ્રેઈન શોધી કાઢતું હોય છે. દા.ત. મેં લખવાનું શરુ કર્યું ત્યારે મને કોઈ ઓળખતું નહોતું. મને થતું કે વિચારોનું બહુ મોટું યુદ્ધ મનમાં ચાલી રહ્યું છે, એને શબ્દોમાં પરોવીએ, કોઈ વાંચે કે ના વાંચે નિજાનંદ માટે લખીએ. પણ પ્રતિભાવ શરુ થયા, બહુ સારું લખો છો, આવા એક બ્લોગની જરૂર હતી, વગેરે વગેરે. હવે સાચો નિજાનંદ શરુ થયો. હવે લાઈક્ના ઝબુકીયાં, કોમેન્ટ્સ, પ્રતિભાવો, થતા વખાણ, વાદવિવાદ બધું મજા અર્પવા લાગ્યું. મિત્રોની કોમેન્ટ્સ ના આવે તો ડોપામાઈન સ્ત્રાવ ઓછો થઈ જતો લાગ્યો. પોસ્ટ બેત્રણ દિવસ ટોપ ઉપર રહે તો વળી ઓર મજા આવે. હું તો નિજાનંદ માટે લખું છું, મને કોઈની પડી નથી કોઈ વાંચે કે ના વાંચે તે એક દંભ થઈ ગયો કે નહીં?  દરેક માનવ પોતપોતાની રીતે Socialdominance hierarchy ઊભી કરી નાખતો હોય છે. એથ્લેટની એની પોતાની દુનિયા હોય છે, ઘણાને ટપાલ ટીકીટો ભેગી કરવાનો હોબી હોય છે. એક ઉદ્યોગપતિને જૂની પુરાણી એન્ટીક ગાડીઓ ભેગી કરવાનો શોખ હતો. હવે ટપાલ ટીકીટો ભેગી કરનારા, કે સિક્કા ભેગા કરનારાઓ, કે જૂની પુરાની ગાડીઓ ભેગા કરનારાઓમાં પ્રથમ આવવાનું મહત્વનું બની જવાનું.  ધન ભેગું કરીને સમાજમાં સર્વોપરી બનવાનું ઘણું બધું ધ્યાન અને મહેનત માંગી લે તેવું હોય છે, પણ માણસ નવા સામાજિક નુસખા શોધી કાઢતો હોય છે. આકર્ષકતા, નૉલેજ, શારીરિક સામર્થ્ય, આધ્યાત્મિકતા, પદ, પ્રતિષ્ઠા વગેરે ઉપર આધારિત ઊંચા નીચાની એક પૅટર્ન શોધી કાઢવામાં આવે છે. દરેક માનવીનું બ્રેઈન સ્વતંત્ર છે પોતાની રીતે એના અનુભવો અને માહિતી પ્રમાણે પોતાની હાઈઆરાર્કી બનાવવા માટે. આનાથી પોતાનું સ્ટેટ્સ વધે તો સુખ અર્પતું હોય છે. હેપી કેમિકલનો ફ્લો બ્રેઈનમાં વધી જતો હોય છે જો બીજા તમારું સ્ટેટ્સ કબૂલ કરે તો. જો કે આપણે કહેતા હોઈએ છીએ કે સુખ દુખ મને કોઈ અસર કરતું નથી. કે તમે ભલે કબૂલ નાં કરો, પણ હેપી કેમિકલ એક હકીકત છે, સનાતન સત્ય છે.
      પ્રથમ આવવું સુખ આપતું હોય છે. પછી ભલે એના રસ્તા અલગ અલગ હોય. ભલે ગીતાના અનાસક્ત  યોગની વાતો મોરારીબાપુ કરતા હોય કે કથામાં જાત જાતની ફિલોસોફી ઝાડતા હોય, પણ એમની પ્રથમ બની રહેવાની સ્ટાઇલ અલગ છે, ગુજરાત તો ઠીક હવે આખા ભારતના પત્રકારો ભેગાં કરશે, પ્લેઈનની ટીકીટો મોકલાશે, સારી ઉમદા રહેવાની વ્યવસ્થા કરશે. ભેટસોગાદ વડે નવાજશે. પછી  એમની પાસે બેસવા મળેલા તમામ લોકો એમની કાયમ માટે ભાટાઈ કરવામાં હદ વટાવી દેશે. અસ્મિતા પર્વ,   સંસ્કૃત પર્વ, સદભાવના પર્વ, વિમાન, જહાજ, અને કૈલાસ ઉપર કથાઓ?? કૈલાસમાં કોણ રહે છે? છે કોઈ વસ્તી? સાંભળવા કોણ આવે? શ્રોતાઓ ભેગા કરવાનાને?  વળી કથા તો એકની એક જ સાંભળવાની ને? બાબા રામદેવની અસ્કયામતો ૨૦૦૦ કરોડનાં જંગી અંકે પહોચી ગઈ છે તેવું કહેવાય છે.  હાઈ સ્ટેટ્સની બાબાની હાઈઆરર્કી યોગને સીડી બનાવી ક્યાંથી ક્યાં પહોચી ગઈ? આપણી રીપ્રોડક્ટીવ સફળતા એકદમ તરત હાઈસ્ટેટ્સને અનુલક્ષીને  હોતી નથી. કારણ આપણે માનવોએ રીપ્રોડક્ટીવ સકસેસ માટે  અસંદિગ્ધ કૉન્સેપ્ટ ઊભા કરેલા છે. જે પ્રથમ આવે તેને સ્ત્રી ઉપલબ્ધ થાય અને DNA  ટ્રાન્સ્ફર કરી શકીએ. બાબા ભલે એમના DNA ટ્રાન્સ્ફર ના કરે પણ પ્રથમ આવવું  અને હેપી કેમિકલનો સ્ત્રાવ એ સનાતન સત્ય છે.
   પણ કેમિકલ લોચો એ થાય છે કે આ ન્યુરો કેમિકલ્સ આખો દિવસ રીલીઝ થાય નહિ. માટે હેપી રહેવા હાઈ સ્ટેટ્સને, સામાજિક સર્વોપરિતાને, રોજ રોજ અપડેટ કરતા રહેવું પડતું હોય છે. પણ ઘણીવાર આપણે ખૂબ પ્રયત્નો છતાં પદ,પ્રતિષ્ઠા, માન સન્માન, સામાજિક સ્વીકાર, હાઈ સ્ટેટ્સ સોશિયલ ડોમિનેશન મેળવવામાં ફેઇલ જતા હોઈએ છીએ. ઘણીવાર જે સ્ટેટ્સ ઑલરેડી મેળવેલું હોય તે પણ ખતરામાં પડી  જતું જણાય છે, ત્યારે આપણે ભલે કહીએ કે મને કોઈ ફરક પડતો નથી, સુખ દુઃખમાં હું  સમાન છું, પણ અનહેપી કેમિકલ્સ સ્ત્રવે તે હકીકત છે સનાતન સત્ય છે.
    ગુરુઓ કે મહાન આત્માઓ ભલે કહે કે મહત્વાકાંક્ષા રાખવી નહિ, કે સ્ટેટ્સની ચિંતા કરવી નહિ. પણ તે લોકો પણ જાતે મીલીયંસ ઑફ યર્સ થી ઘડાયેલી આ વ્યવસ્થા બહાર જઈ શકતા નથી.  મેમલ બ્રેઈન હંમેશા હેપી કેમિકલ્સનો સ્ત્રાવ ઇચ્છતું હોય છે અને અન હેપી કેમિકલનો સ્ત્રાવ એવોઈડ કરતું હોય છે. મહાત્માઓ  શું કરી શકવાના હતા? ઘણીવાર લોકો આ અથડામણ ટાળવા માટે કહેતા હોય કે મને તો પદ પ્રતિષ્ઠાની કઈ પડી નથી. અને બીજાની પ્રતિષ્ઠા વધારવામાં મદદ કરતા હોય છે, અને આમ તે લોકોની પ્રતિષ્ઠાની ભૂખ બીજાની પ્રતિષ્ઠામાં, પદમાં અને સ્ટેટ્સમાં પૂરી થતી હોય છે. જેમ કે ભારતની ટીમ જીતે તો આખા દેશના લોકોના બ્રેઈનમાં સેરોટોનીન સ્ત્રાવ વધી  જાણે કોઈ મહા જંગ જીતી ગયા હોય તેમ ખુશ થઈ ઉઠતા હોય છે. એમાય સામે પાકિસ્તાનની ટીમ હોય અને જીતી જવાય તો???ભલે હું કદી ક્રિકેટ રમ્યો હોઉં નહિ, પણ  અહી ટીવી ઉપર જોઇને આનંદ અનુભવતો હોઉં છું. હવે પ્રથમ આવવાની મહેનત તો ખેલાડીઓ કરે છે, એમાં મારું યોગદાન કેટલું? પણ એમના પ્રથમમાં મારો પ્રથમ સમાઈ જવાનો. જેમ મોરારીબાપુના પ્રથમમાં સાહિત્યકારો અને પત્રકારો અરે ભગવાન અને ધર્મમાં નહીં માનનારા રેશનાલીસ્ટ મિત્રોનો પણ પ્રથમ સમાઈ જતો હોય છે. માનવમનની સોશિયલ ડોમીનંસ હાઈઆર્કી એટલી બધી કોમ્પ્લીકેટેડ છે કે ના પૂછો વાત, આ દરેક સાહિત્યકારો, પત્રકારો, કે બીજા કોઈપણ દરેકને પોતાના ક્ષેત્રમાં તો પ્રથમ આવવું જ હોય છે, એમાં હું પણ મારી રીતે આવી જાઉં.  હમણાં એક ભાઈએ મને જણાવ્યું કે ન્યુ જર્સીમાં ૩૦૦ મીલીયંસ ડોલર્સનું મંદિર બને છે, તે વખતે તેમના મુખ ઉપર ભાવ જાણે તેઓ પોતે ગ્રીનીઝ બુકમાં રેકૉર્ડ નોંધાવવાના હોય તેવો હતો.
   મેમલ બ્રેઈન એની સર્વાઈવલ સ્ટ્રેટેજીનાં રિપોર્ટ કોર્ટેક્ષને શબ્દોમાં આપતું નથી. એ ખાલી ન્યુરો કેમિકલનાં સ્ત્રાવ કરતું હોય છે. આપણી જુદી જુદી જરૂરીયાતોને લક્ષ્યમાં લઈને તે ખૂબ સ્ટ્રગલ કરતું હોય છે. આપણે જેમ કાર ચલાવતી વખતે  બ્રેક અને એક્સીલેટર વારંવાર વારાફરતી મારતા હોઈએ છીએ. તેમ મેમલ બ્રેઈન વારાફરતી વારંવાર કેમિકલ્સ રીલીઝ કર્યા કરતું હોય છે, આનો કોઈ અલ્ટીમેટ ઉપાય છે નહિ. એટલે આપણને બીજાની જોહુકમી કે પદ પ્રતિષ્ઠાની હોડ જલદી જણાય છે પણ પોતાની હોડ જણાતી નથી. બીજાની  social dominance માટેની ઇચ્છા આપણને ચેતવતી હોય છે કે આપણું social dominance ખતરામાં છે.
      મેમલ બ્રેઈન સાથે માનવ તરીકે જન્મ લેવો અતિ કઠિન કામ છે. હતાશાઓનો કોઈ પાર હોતો નથી. મેમલ બ્રેઈન સીધા કેમિકલ્સ રીલીઝ કરતું હોય છે અને વિચારશીલ કોર્ટેક્ષ એના માટે દવા તરીકે ઉપાય તરીકે જાત જાતના નુસખા શોધતું હોય છે. પ્રૉબ્લેમ એ છે કે કોર્ટેક્ષ શબ્દોની ભાષા જાણે છે અને મેમલ બ્રેઈન શબ્દોની ભાષા જાણતું નથી. ફક્ત કેમિકલની ભાષા જાણે છે. એટલે માનવોને સમજ પડતી નથી કે તેઓ શું કરી રહ્યા હોય છે. દરેકને પ્રથમ આવવું હોય છે. પ્રથમ બનવાની હોડ સારી નહિ તેવા ઉપદેશો આપનાર પણ પ્રથમ આવવાની હોડમાં સામેલ હોય છે. એટલે સારા ગણાતા માનવોને લાગે કે દુનિયા ખરાબ છે. દુખ સિવાય અહી કશું નથી. માટે બુદ્ધે કહ્યું કે સંસાર દુખ છે. આપણે જે Frustrations ભોગવીએ છીએ તે આ પૃથ્વી પહેલા પગરણ મૂકનાર માનવે પણ ભોગવ્યા જ હશે,તેવું રિસર્ચ કહે છે. દરેક જણ આ વિચિત્ર ન્યુરો કેમિકલ્સની વ્યવસ્થાને મેનેજ કરવા ખૂબ સ્ટ્રગલ ચેતન કે અચેતન રૂપે કરતા હોય છે. ખાસ તો પોતાના મેમલ બ્રેઈનને સમજવું અને સ્વીકારવું તે જ ઉત્તમ છે.
     આપણું બ્રેઈન કુદરતી રીતે હેપીનેસ માટે સિલેક્ટ થયેલું નથી, તે સિલેક્ટ થયું છે reproductive successમાટે. સંતાનો કે વારસદારો ખૂબ પેદા કરો તેવો કોઈ હેતુ આજના લોકો માટે ખાસ નાં હોય તે સ્વાભાવિક છે. પણ આપણું બ્રેઈન વિકાસ પામ્યું ત્યારે મોટાભાગના લોકો વારસદાર પેદા થાય તે પહેલા જ નાશ પામી જતા. વારસો પેદા કરવા તે મુખ્ય માપ તોલ ગણાતું કે માણસ કેટલો સફળ છે. ભલે તે હેતુ અચેતન રૂપે હોય. હવે આજે શક્ય બન્યું છે કે સેક્સ ભોગવીને પણ બર્થ કંટ્રોલ સાધનો વડે વારસો પેદા ના કરવા હોય તો તે વાત બની શકે છે. એટલે આધુનિક માનવી એની શક્તિઓ બીજા ભવ્ય વારસા મૂકતો જવામાં વાપરી શકે છે. જેવું કે કળા, નૃત્ય, ટેક્નોલૉજી, અને બીજું ઘણું બધું પાછળની પેઢીના જીવનને ભવ્ય બનાવી શકે છે. સ્ટીવ જોબ ભાવી પેઢીની હથેળીમાં ફોન વત્તા કોમ્પ્યુટર આપીને ગયા. ૧૯૫૫ માં આ જગત આઈનસ્ટાઇનને ગુમાવે છે અને સ્ટીવ જોબને મેળવતું હોય છે. ઘણા બધા સંતાનો  પેદા કરવા તેના બદલે ઓછા પણ સક્ષમ પેદા કરવા તે આધુનિક માનવીનું પ્રયોજન હોય છે.
   આપણે કરોડો વર્ષના વારસા રૂપે મળેલા બ્રેઈન સાથે જ જીવવાનું હોય છે. આપણે બેજીક મેમલીયન બ્રેઈન  મળેલું  છે તેમાં કોઈ ફેરફાર કરી શકવાના નથી. એનો કોઈ ઉપાય નથી. આપણે ફક્ત એક જ કામ કરી શકીએ કે ન્યુરલ નવા રસ્તા બનાવીને લીમ્બીક સીસ્ટમ સાથે જોડી શકીએ. એન તે ખૂબ કપરું કામ  છે. આપણે આપણાં પોતાના મેમલ બ્રેઈનને મેનેજ કરી શકીએ, બીજો કોઈ કરી શકે નહિ. આપણે કાયમ ઇચ્છતા હોઈએ કે કાયમ હેપી કેમિકલ્સ રીલીઝ થયા કરે અને આનંદિત રહ્યા કરીએ, પણ આપણું યંત્ર તે રીતે વિકાસ પામેલું નથી. સર્વાઈવલ માટે કામ લાગે ત્યાં ત્યાં હેપી કેમિકલ્સ રીવોર્ડ રૂપે રીલીઝ થતા હોય છે. એટલે જો હેપી કેમિકલ્સનાં હોજમાં આખો દિવસ સ્નાન કર્યા કરીએ તો સર્વાઈવલ માટે જે કરવાનું હોય તે કરે કોણ? આ કેમિકલ લોચા નાહિંમત કરનારા છે. માટે મેમલ બ્રેઈનને સમજવાને બદલે લોકો સંસાર છોડીને ભાગી જતા હોય છે. ન્યુરો કેમિકલ રીવોર્ડ માટે જોખમ લેવું પડતું હોય છે. કારણ જોખમ reproductive success માટે અનિવાર્ય છે. ખાલી સર્વાઈવલ પૂરતું નથી  હોતું  હેપી કેમિકલ્સનાં ડોઝ માટે, પણ કાયમ નવી નવી તક શોધવી પડતી હોય છે. કારણ આજ બ્રેઈન આપણાં પૂર્વજોના સર્વાઈવલ માટે કારણભૂત બનેલું હોય છે. માટે સતત ઉદ્યમ કરતા રહેવું, ’ ઉદ્યમો ભૈરવ’….પણ સાધુઓ આ વાત સમજ્યા નહિ અને સંસાર છોડીને ભાગી ગયા, સાથે મેમલ બ્રેઈન તો લેતા જ ગયા અને ત્યાં જંગલમાં કે આશ્રમમાં એક નવો સંસાર વસાવીને ફરી પાછા એના એજ.
સ્ટેટ્સ, Status
    દરેક માણસ પ્રથમ બની રહેવા ઇચ્છતો હોય છે. પોતાના ગૃપમાં નંબર વન બનવું તેવી સ્વાભાવિક ઇચ્છા ધરાવતો હોય છે. એના માટે પ્રાણીઓ મોટાભાગે સીધી લડાઈ
વહોરી લેતા હોય છે. મુખ્ય કારણ છે રીપ્રોડક્ટીવ સકસેસ. રીપ્રોડક્ટીવ સકસેસ માટે મેલને ફીમેલ જોઈએ અને ફિમેલને મેલ જોઈએ. જે પ્રથમ હોય, હાઈ સ્ટેટસ ધરાવતું પ્રાણી હોય તેને મેલ કે ફીમેલ જલદી મળે તે હકીકત છે.
      Status=સ્ટૅટસ,  સામાજિક અથવા કાનૂની સ્થિતિ કે સ્થાન, હોદ્દો, પદ, સામાજિક પ્રતિષ્ઠા કે મોભો, દશા, હાલત,  દરજ્જો.
           નર ચિમ્પાન્ઝીની  મેટિંગ સફળતા એના ગૃપમા એનું સ્ટેટ્સ કેટલું છે તેના ઉપર આધાર રાખે છે. જ્યારે ફીમેલ ચિમ્પાન્ઝીનું સ્ટેટ્સ જેટલું ઊંચું તેટલી તેના બચ્ચા જીવતા રહેવાની શક્યતા વધુ. એક માતાને એના બાળકો જીવતા રહે અને મોટા થઈ જાય તેમાં સ્ટેટ્સ દેખાતું હોય છે, એમાં જ એના જીવનની સફળતા જણાતી હોય છે. ચીમ્પ સભાનપણે સ્ટેટ્સની ચિંતા કરતા હોતા નથી. પણ જે મેલ ચીમ્પ સ્ટેટ્સને અવગણે છે તે નિરાશા પ્રાપ્ત કરતા હોય છે, અને જે ફીમેલ ચીમ્પ એના સ્ટેટ્સની ફિકર કરતી નથી તેના બચ્ચા મોટા થાય તે પહેલા મૃત્યુ પામતા હોય છે. અનહેપી કેમિકલ એમને કહેતા હોય છે કે અલ્યા કશું કરો. નર એની ફિટનેશ કાયમ બતાવતા હોય છે જ્યારે માદા બેસ્ટ નરને આકર્ષવા પ્રયત્ન કરતી હોય છે.
          પ્રાણીઓ જીનેટીક્સ સમજતા હોતા નથી, પણ એમના જિન્સ જીવતા રહેવા માટે મદદરૂપ થાય તેવી રીતે એમની વર્તણૂક ઘડાતી જતી હોય છે. વાનર એમના નજીકના લોહીમાં સંભોગ કરવાનું ટાળતા હોય છે. તેઓ આવા સંભોગના જોખમ જાણતા હોય તેવું નથી. છતાં એમની વર્તણૂક એવી હોય છે કે આવા સંસર્ગ ટાળતા હોય છે. નર અને માદા પુખ્ત થાય એટલે તરત એમનું ગૃપ બદલી નાખશે. આવું કોઈ પ્લાનિંગ કરતા હોય તેવું તો હોય નહિ.તેઓ ખાલી એમની ન્યુરોકેમિસ્ટ્રીને અનુસરતા હોય છે. સમય જતા in -breeders કરતા, Incent એવોઈડીંગ બિહેવિયર ધરાવનારા પાસે મજબૂત વારસદારો હોય છે, અને આવું અચેતન રૂપે અનુભવતા એવી વર્તણૂક ઘડાતી  હોય કે નજીકના સંભોગ ટાળવા સારું છે. માનવ જાતમાં પણ શરૂમાં નજીકના લોહીમાં વારસો પેદા કરવાનું ચાલુ હતું, મુસ્લિમ કલ્ચરમાં આજે પણ છે. ઘણા કલ્ચરમાં યોગ્ય ગણાતું નથી, આ એક  વિવાદાસ્પદ બાબત છે. પણ પ્રાણીઓ એમનું ગૃપ બદલી નાખે છે તે હકીકત છે. મેમલ જાણી જોઇને સ્ટેટ્સ ઇચ્છતા હોય તેવું નથી, તેઓ ફક્ત એમના બ્રેઈનમાં રીલીઝ થતા હેપી કેમિકલ્સને અનુસરતા હોય છે, અને આ બ્રેઈન નેચરલી એમની સર્વાઈવલ બિહેવિયર માટે સિલેક્ટ થયા હોય છે. આમ ડૉમિનન્ટ બનવાની ઇચ્છા કે તેવી વર્તણૂક જિન્સમાં પાસ થતી હોય છે. બીજાની વર્તણૂક જોઇને શીખવા માટે બ્રેઈન પરફેક્ટલી  ડીઝાઈન થયું છે. આમ dominance-seeking વડીલો પાસેથી યુવાનો તેવી વર્તણૂક શીખતા જતા હોય છે. આમ જિન્સમાં અને જોઇને એમ બે પ્રકારે બિહેવિયર ઘડાતી જતી હોય છે અને ચક્ર આગળ વધતું જાય છે.
         સહકારની ભાવના પણ આવા ઊંચાં પ્રકારના સસ્તન પ્રાણીઓમાં સર્વાઈવલ સ્ટ્રેટેજી તરીકે વિકસતી હોય છે. બ્રેઈન સર્વાઈવલ ઉપર ફોકસ કરતું હોય છે. સહકાર એક જાતની સામૂહિક રીતે સર્વાઈવલ થવાની રીતભાત છે. અહિંસા, સર્વધર્મ સમભાવ, સદભાવ, સદાચાર, પરમાર્થ, પરોપકાર અને એકબીજા ઉપર વિશ્વાસ મૂકવો  આ બધી સામૂહિક રીતે સર્વાઈવ થવાની ટેક્નિક છે.
       દરેક જાતી,પ્રજાતિની બિહેવિયર અલગ હોય છે કેમ કે તેઓ અલગ અલગ વાતાવરણમાં સર્વાઈવલ પામ્યા હોય છે. આમ વિવિધ પ્રકારનું અનુકૂલન ભલે વિકસાવ્યું હોય પણ એની પાછળ એક  જ કૉમન બ્રેઈન કામ કરતું હોય છે. બોનોબો તેમની હિપ્પી સ્ટાઇલ માટે પ્રખ્યાત છે. ચીમ્પનાં પિત્રાઈ ભાઈ જ છે, પણ સાવ અલગ છે. ફ્રી લવ કરવામાં માનતા હોય છે અને નવાઈ લાગશે  hallucinogenic herbs ખાઈને મસ્ત બની જતા હોય છે. આપણે મનુષ્યો પણ સોમરસ, હોમા, ગાંજો, ચરસ, હશીશ, કોકો, કોકેન, હેરોઈન અને આવા અનેક ડ્રગ્ઝનો ઉપયોગ કરીએ છીએ. બોનોબો માતૃપ્રધાન સમાજ છે. અહી નર બોનોબો એની માતા પાસેથી સ્ટેટ્સ પ્રાપ્ત કરતો હોય છે. અને આવા નરની ડોમિનન્ટ માતાનું ધ્યાન ખેંચી માદા એનું સ્ટેટ્સ પ્રાપ્ત કરતી હોય છે. આમ સવાના બોનોબોમાં  નર પુખ્ત બનતા એને હાંકી કાઢવામાં આવે  છે, ત્યાં માતા અને પુત્રીનું જોડાણ પ્રાથમિક છે, જ્યારે સવાના ચીમ્પમાં  માદા પુખ્ત બનતા તેને હાંકી કાઢવામાં આવે છે,ત્યાં પિતા પુત્રનું જોડાણ પ્રાથમિક છે. તેમ,
        “આપણાં પુરુષ પ્રધાન સમાજમાં દીકરીઓને પરણાવીને સલૂકાઈથી હાંકી કાઢવામાં આવે છે. ભલે કહીએ કે દીકરી વહાલનો દરિયો પણ સવાના ચીમ્પ  માનસિકતા દીકરી તો પારકી થાપણ કહીને એને વિદાય કરી દે છે.” પરમ્પરા પાળવાની મજબૂરી પણ કામ કરી જતી હોય છે. અને પરમ્પરા એ મોટા સામાજિક ગ્રૂપનો નિયમ છે. અને ગૃપ બહાર જવાનું મેમલ બ્રેઈન ભાગ્યેજ વિચારે.
            માનવજાત માટે સ્ટેટ્સ જાતજાતનું અને ભાતભાતનું હોય છે. પુરુષનું સ્ટેટ્સ ઘોડા ઉપર અને સ્ત્રીનું એના ઝવેરાતમાં છલકાતું હોય છે. અરે! ઘર વગરના ભિખારીનું પણ એક સ્ટેટ્સ હોય છે, ડ્રગ ડીલરનું પણ એક સ્ટેટ્સ હોય છે. માનવો ભેગાં થાય કે તરત સ્ટેટ્સ હાઈઆરકી ઊભરી આવશે, કારણ બ્રેઈન એકબીજા સાથે કમ્પેરીજન કરવાનું શરુ કરી દેતું હોય છે. ગમતાનો ગુલાલ અને અણગમતાંની નિંદા સ્ટેટ્સ માટેની અંતઃપ્રેરણા છે.
        પ્રાણીઓ કોઈ ફિલોસોફી જાણતા નથી, તેઓ ફક્ત હેપી અને અનહેપી કેમિકલ્સને અનુસરતા હોય છે.   તેઓ કોઈ હાઈઆરકી પ્લાન કરતા નથી. સિમ્પલી જેનાથી ડર લાગે તેને સમર્પિત થઈ જતા હોય છે અને જેનાથી ડર ના લાગે ત્યાં ધાક જમાવતા હોય છે, ડોમિનન્ટ બની જતા હોય છે. ન્યુરો કેમિકલનો ધક્કો હાઈઆરકી ઊભી કરી દેતો હોય છે.
             કોઈ સરળ મનુષ્ય સવાલ કરશે કે શા માટે ડોમીનન્ટ બનવું જોઈએ? આદિમ કે પ્રથમ મેમલ પાસેથી એનો જવાબ મળશે. સમૂહમાં રહેવું ફાયદાકારક કે પ્રીડેટરથી બચી જવાય. કોઈ એકલાં  સરીસર્પને એક ટુકડો ખાવા મળી જાય તો વાંધો ના આવે. પણ મેમલ તો ગૃપમા રહે આખું ટોળું એક ટુકડો ખાવા ધસી જાય તો? એટલે જે નબળા હશે તે થોડા પાછળ રહેવાના, જબરાં ખાઈ લે પછી ખાવું સારું. આમ બચી જવાય અને લાંબો સમય જીવતા રહી શકાય, આમ આવી હેબીટ ઘડાવાની. આમ નેચરલ સિલેક્શન મેમલને ગૃપમા રહેવાની ટેક્નિક શીખવતું હોય છે. દરેક માનવ હોય કે પ્રાણી એનું સ્થાન ક્યાં અને કેટલું છે તે જાણતું હોય છે. ડોમિનન્ટ ગ્રૂપને દોરવણી આપે છે, પણ એના ફાયદા પહેલા જુએ છે. પણ આ વસ્તુ ચોક્કસ હોતી નથી. જેટલું બ્રેઈન કોર્ટેક્સ મોટું તેટલું વિચારવાનું વધુ. અહી ક્યારે ધાક જમાવવી અને ક્યારે શરણે થઈ જવું તે નક્કી હોતું નથી. સમય અને સંજોગોને અનુસરવું પડતું હોય છે. જે સામો મળે તે દરેક ઉપર તમે ધાક જમાવી શકો નહિ, ડોમિનન્ટ બની શકો નહિ. નહી તો સર્વાઇવ થઈ રહ્યા. કાયમ એવું કરવા જાઓ તો પરિણામમાં ઈજા અને જાનનું જોખમ. અને લાંબે ગાળે રીપ્રોડક્શન સફળતા મળે નહિ. પણ સાથે સાથે બધાને શરણે થઈ જાઓ તો પણ ખોટું.  તો તમને જીવવા જેટલું ભોજન પણ મળે નહિ અને DNA જીવતા રાખવા પાર્ટનર પણ મળે નહિ.
             સબમીશન, શરણે થઈ જવું તે પણ સર્વાઈવલ માટે ફાયદાકારક હોય છે. એનાથી ઈજા ટાળી શકાય છે, જેથી જીવતા રહીને જિન્સ ફેલાવી શકો. “જીવતો નર ભદ્રા પામે”. ભદ્રા એટલે ગાય, પૃથ્વી, સુખ, કલ્યાણ, દુર્ગા અને સ્ત્રીનું નામ છે. ભદ્રા ઉતત્થ્ય ઋષિની પત્ની હતી જેને વરુણ લઈ ગયો હતો. આમ જીવતા રહો તો સ્ત્રી પણ મળે. એવોઈડ ઇન્જરી એટલે આજે નહિ તો કાલે જિન્સ ફેલાવીશું. અને ગૃપ છોડીને જવું તો કદાપિ હિતકારી બનતું નથી. સામાન્ય ઈજામાંથી બચ્યા પણ એકલું પ્રાણી શિકારીના હાથમાં જલદી આવી જાય તે હકીકત છે. આમ ક્યારે શરણે થવું ક્યારે ડોમિનન્ટ થવું તે જુદી જુદી પરિસ્થિતિ ઉપર આધાર રાખે છે. જેમ કે વ્યક્તિ એકલો હોય અને નબળો હોય ત્યારે સબમિટ થવું અને મજબૂત હોય ત્યારે ડોમિનન્ટ થવું. મેમલ બ્રેઈન સતત સંઘર્ષ કર્યા કરતું હોય છે, વિચાર્યા કરતું હોય છે. નિર્ણય લીધા કરતું હોય છે. વાનર કોઈ શબ્દો વાપરતા નથી, કે ચીમ્પ જેવા એપ્સ વિવેચન કરતા નથી  કે આપણા પૂર્વજો કોઈ થિયરી વિચારતા નહોતા. તેઓ ફક્ત લાગે કે જીતાય તેવું છે તો પોતાનો દાવો મક્કમપણે રજૂ કરતા અને લાગે કે જીતવું મુશ્કેલ છે તો મેદાન છોડી દેવું સારું. એટલે ગમે તેટલા ઉચ્ચ આદર્શોની વાતો કરીએ પણ કરોડો વર્ષોની વર્તણૂક જે જિન્સમાં મળેલી છે તે જતી નથી.
                મેમલ બ્રેઈન બીજા સાથે સરખામણી કરતી વખતે ભૂતકાળના અનુભવને લક્ષ્યમાં લેતું હોય છે. આપણી પાસે વળી સૌથી મોટું બ્રેઈન છે. અને એટલે જ લાંબું બચપણ છે. આમ અનુભવો થકી શીખવા માટે ન્યુરો કેમિકલ્સ મદદ કરતા હોય છે. આમ કોઈ જરૂરિયાત પૂરી થાય કે આનંદ અનુભવાય છે. અને તે મેમરીમાં સ્ટોર થઈ જાય છે. તેમ ગરબડ થાય કે દુઃખી થઈ જવાય છે તે પણ મેમરીમાં સ્ટોર થઈ જાય છે. આમ હેપી કેમિકલ્સ , ન્યુરો કેમિકલ્સ ન્યુરોન્સ સાથે રીયલ જોડાણ સાધતા હોય છે.
         જો તમે બગડેલા પૈસાદાર લોકોમાં સ્ટેટ્સ જોતા હોવ તો ઘણું ગુમાવી રહ્યા છો. સ્ટેટ્સ પામવાનો પૈસા ખાલી એક જ ઉપાય છે. સામાજિક સ્ટેટ્સ અને માનસિક સ્ટેટ્સ ઘણી બધી રીતે પામી શકાય છે. ક્યાં અને કઈ રીતે?  ચાલો થોડા નમૂના જોઈએ.
   
૧, કુટુંબ
  સ્ટેટ્સની તૃષ્ણા કુટુંબમાં અનેક રીતે જોવા મળતી હોય છે. બાળકોનો ઉછેર કરવો અને બાળકોના સ્ટેટ્સની ફિકર કરવી તે એક બેસિક રીપ્રોડક્ટીવ સફળતાનું ઉદાહરણ છે. જાગૃત રીતે જણાશે નહિ. પણ આપણે જાણીએ છીએ કે કયા ફેમિલી મેમ્બરને રીસ્પેક્ટ આપવું અને કયા સામે શરણે થઈ જવું જેથી શાંતિ જળવાઈ રહે. આપણે આ બધું કુટુંબમાં રહીને અનુભવથી અચેતન રૂપે શીખતા હોઈએ છીએ. આમ કુટુંબ આપણો પહેલો સામાજિક અનુભવ છે જેને આપણે બ્રેઈનમાં સ્ટોર કરતા હોઈ છીએ.
     કૌટુંબિક સભ્યો એકબીજાને ખૂબ મદદ કરતા હોય છે, સર્વાઈવ થવા માટે. પણ માન મોભા અને સ્ટેટ્સ માટેની આંતરિક સ્ટ્રગલ કાયમ કૌટુંબિક સભ્યો વચ્ચે ચાલુ જ હોય છે. એક બીજા ઉપર ડોમિનેટ થવા માટે શબ્દો, પૈસા, આક્રમકતા, સાથે લાગણીઓ પણ વપરાતી હોય છે. ખૂબ પ્રેમ કરીને પણ કોઈને શરણે લાવી શકાય છે, એના ઉપર હાવી થઈ શકાય છે. ઇમોશનલ  અત્યાચાર કરી શકાય છે. ઇમોશનલ બ્લેકમેલ કરી શકાય છે. કુટુંબના વડા જરૂરી નથી ઘરમાં પાવરફુલ હોય તો બહાર પણ હોય. ઘણા બહાર બહાદુર હોય અને ઘરમાં બકરી પણ બની જતા હોય છે.
       આમ કુટુંબ એ આપણું પહેલું ગૃપ છે જ્યાં મેમલ બ્રેઈન સાથે આપણે ગૃપમાં જીવતા હોઈએ છીએ. કોઈ ઘરમાં માતુશ્રી ધાક જમાવતા હોય છે, ક્યાંક પિતાશ્રી. પિતા વૃદ્ધ બનતા કોઈ ઘરમાં કમાતા મોટાભાઈશ્રીનું ચલણ હોય છે, અંદરખાને ભાભીશ્રીનું ચલણ પણ હોઈ શકે. તો કોઈ કમાતી ધમાતી હિટલર દીદી પણ ધાક જમાવતી હોય છે. ક્યાંક મીસીસ કૌશિક પાંચ વહુઓ ઉપર નિયમો અને શિસ્તના બહાને દાદાગીરી કરતા હોય છે, ક્યાંક આભા પ્રેમ અને ડાહી  ડાહી વાતો કરીને ઘરમાં ધાક જમાવી દેતી હોય છે.
    હાઈ સ્ટેટ્સ ધરાવતા ફૅમિલીમાં જન્મ લેવો એટલે કાયમ સુખ હોય તે માનવું ભૂલભરેલું હોય છે. એમના માન, મોભાને જાળવવા બાળકોને ખૂબ તકલીફ ઉઠાવવી પડતી હોય છે. હાઈ સ્ટેટ્સ ધરાવતા  ફૅમિલીના બાળકોનું એમના ફૅમિલીમાં સ્ટેટ્સ સાવ નીચું હોય છે. એમને કાયમ આજ્ઞાંકિત બની રહેવું પડતું હોય છે. બહાર એમને એમના કુટુંબના મોટા નામે જે માન મોભો મળે છે તેની તેમને બહુ મોટી ટેરીબલ કિંમત ચૂકવવી પડતી હોય છે. એકાદ નાની વાત પણ જો એમનું કુટુંબ સ્વીકારે નહિ તો એમને બધું ગુમાવવું પડતું હોય છે. માન મોભો અને કુટુંબનું મોટું નામ સાચવવા માટે બાળકોની લાગણીઓનું, ઇચ્છાઓનું અને ખુદ બાળકોનું બલિદાન લેવાઈ જતું હોય છે. મેં જાતે એવા મારા સંબંધમાં રૉયલ કુટુંબોમાં એમના સંતાનોના જીવન જોયા છે. ખૂબ તણાવ યુક્ત જીવન જીવતા હોય છે.  ક્યારેક એવા સંતાનો બળવો પોકારીને એમનું સ્ટેટ્સ સાબિત કરતા હોય છે. ભલે આવા બાળકો પાસે ખાવાનું પુષ્કળ હોય પણ બીજા મેમલની જેમ એમના બાળકો પણ સર્વાઈવલ માટે જોખમ અનુભવતા હોય છે.
  ૨. શક્તિ, તાકાત.
    આજે હવે જ્યારે આપણે સભ્ય બની ચૂક્યા છીએ ત્યાં કોઈને મારવું સભ્યતા ગણાય નહિ. છતાં શારીરિક  તાકાત માનવ ઇતિહાસમાં સર્વાઈવ થવાનું એક મહત્વનું પરિબળ રહ્યું છે. જે શારીરિક રીતે બળવાન હોય તેના સર્વાઈવ થવાના ચાન્સ વધુ હતા. આમ હાઈ સ્ટેટ્સ માટે મજબૂત શરીર, બળવાન શરીર અગત્યનું હતું. આજના જેવા આધુનિક હથિયાર તો તે સમયે હતા નહિ,  ત્યારે શરીરની મજબૂતાઈ અને લડવાની ક્ષમતા મહત્વની હતી. જે બળવાન હોય તે પોતાનું ગ્રૂપ ઊભું કરીને એનો લીડર બની શકતો, અને   ઊંચો માન મોભો પ્રાપ્ત કરી શકતો. આપણાં પૌરાણિક પાત્રો જુઓ તમામ બળવાન યોદ્ધાઓ હતા. ઇન્દ્ર, ભીમ, દુર્યોધન, કૃષ્ણ, બલરામ, હનુમાન, વાલી ,સુગ્રીવ આવા તો અનેક બળવાન પાત્રોની કથાઓ આપણે સાંભળી છે. અરે! અંધ ધૃતરાષ્ટ્ર પણ લોખંડની પ્રતિમાને  ભીંસી નાખે તેવું અતુલ બળ ધરાવતા હતા તેવી કથા છે.
  અંગ્રેજો આવ્યા તે પહેલાના લગભગ તમામ રાજાઓ  શારીરિક  બળવાન હતા. પોતાના કુટુંબની રક્ષા માટે પણ શારીરિક બળ જરૂરી હતું. અને આખું કુટુંબ શારીરિક બળ મેળવીને આવનારા તોફાનો સામે લડી શકતું અને આમ પાવર મેળવીને પોતાનું ગ્રૂપ બનાવી સત્તા હાસિલ કરી શકતું. આજે પણ જુઓ લડવા જવાનું નથી હોતું છતાં લોકો જિમ અને અખાડામાં જઈને શરીર બનાવતા હોય છે. એક રોગો સામે લડી શકાય અને સ્ટેટ્સ પણ વધી જાય. સ્ત્રીને પણ સ્નાયુબદ્ધ શરીર ધરાવતો પુરુષ પહેલો ગમે તે સ્વાભાવિક છે. આજે સલમાનખાન  કેમ આટલો બધો લોકપ્રિય છે?
૩. ગૌરવ, પ્રતિષ્ઠા, સન્માન
 ઘણી સંસ્કૃતિમાં પ્રતિષ્ઠા અને ગૌરવ જીવન મૃત્યુનો સવાલ બની જતો હોય છે. સ્ટેટ્સ ઓછું થઈ ના જવું જોઈએ ભલે મૃત્યુ આવે. સીસીલીયન લોકો સ્ત્રીઓને ઘર બહાર નીકળવા દેતા નહિ. એમાં એમનું સન્માન જળવાતું, અને સ્ત્રી ઉપર શક જાય તો એની હત્યા પણ કરી નખાતી. આમ ઓનર કિલિંગ આજે પણ ઘણા દેશોમાં ચાલુ જ છે. આવું ભારતમાં ઉચ્ચ વર્ણના ગણાતા લોકોમાં પણ હતું. વિધવા વિવાહ ઉચ્ચ વર્ણમાં થતા નહિ તે પણ એક જાતનું ધીમું મૃત્યુ જ હતું યુવાન સ્ત્રીઓ માટે. આમ પ્રતિષ્ઠા સમૂહના સર્વાઈવલ માટે કારણભૂત ગણાતી. પછી આ સમૂહ કુટુંબ હોય, સમાજ હોય કે ગામ અથવા દેશ જ કેમ નાં હોય?  આધુનિક જમાનામાં આપણું પ્રોફેશનલ રેપ્યુટેશન કે નામ બગડી જાય તો ખતરો પેદા થઈ જાય છે. એક સારા વકીલ કે સારા ડૉક્ટર તરીકે જે નામ મેળવ્યું હોય તે ગુમાવવું પાલવે નહિ. જો કોઈ સંજોગ કે વ્યક્તિ આ નામ બગાડે તો જીવવાની ક્ષમતા ઉપર જોખમ આવી જાય છે. એટલે આપણું મેમલ બ્રેઈન રેપ્યુટેશનની ખૂબ ચિંતા કરતું હોય છે. મેમલ બ્રેઈન જાણતું હોય છે કે ગ્રૂપ, સમાજ કે સમૂહનો અસ્વીકાર એટલે સર્વાઈવલ માટે ખતરો. આમ પ્રતિષ્ઠા માટે ગૌરવ જાળવવા કાજે લોકો મોત પણ વહોરી લેતા હોય છે.

 ૪. દેખાવ, દીદાર Looks
  શારીરિક બાહ્ય દેખાવ પણ સ્ટેટ્સ માટે અગત્યનો છે. સારો દેખાવ સારી તંદુરસ્તી સૂચવે છે. સારા જિન્સ સૂચવે છે. મેમલ બ્રેઈન તંદુરસ્ત અને સુંદર સાથીની પસંદગી પહેલા કરે છે. સુંદર ચહેરો ભલે સર્વાઈવલ માટે અગત્ય ધરાવતો નાં હોય પણ સુંદર ચહેરો ધરાવનારા લોકોની આસપાસ રહેવાનું કે ફરતા રહેવાનું લોકોને ગમતું હોય છે. જુદા જુદા સમાજ માટે સુંદરતાની વ્યાખ્યા જુદી જુદી હોય છે તે વાત અલગ છે. અને સારો ફેસ અને ખરાબ ફેસ વચ્ચે ફરક થોડા મીલીમીટર કાર્ટિલેજનો જ હોય છે. પણ આવા સામાન્ય ફરક પણ સ્ટેટ્સ માટે મહત્વના બની જતા હોય છે માટે લોકો પોતાના દેખાવની ખૂબ જ ફિકર કરતા હોય છે. અબજો ડોલર્સનો સૌન્દર્ય પ્રસાધન બિઝનેસ અમસ્તો નથી ચાલતો. એની પાછળ છે મેમલ બ્રેઈન અને સોશિયલ ડોમિનન્સ હાઈઆરકી અને સ્ટેટ્સ.
  ૫. શિક્ષણ
  એજ્યુકેશન સ્ટેટ્સ વધારે છે. સ્કૂલમાં પણ હોશિયાર વિદ્યાર્થીનું સ્ટેટ્સ ઊંચું હોય છે. સારી ડિગ્રી અને ઉચ્ચ શિક્ષણ મેળવીને સ્ટેટ્સમાં ચોક્કસ વધારો કરી શકાય છે. જ્ઞાનમાં વધારો થાય તે પણ સ્ટેટ્સ વધારે છે. અભ્યાસની વર્તમાનમાં એક મજા હોય છે ભવિષ્ય માટે કમાણીનું અને સ્ટેટ્સનું સાધન હોય છે. મેમલ બ્રેઈન સર્વાઈવ માટે અને જીવનમાં જેની જરૂર પડે તે વિષે તમામ માહિતી મેળવવા ઇચ્છતું હોય છે. કારણ આ માહિતી અને એના વિશ્લેષણ ઉપર એના સર્વાઈવલનો આધાર હોય છે. કોઈ પણ સ્કીલ મેળવવા માટે અભ્યાસ કરવો પડતો જ હોય છે. સ્પેશીયલ સ્કીલ ધરાવતા લોકોનું સ્ટેટ્સ પણ ઊંચું હોય તે સ્વાભાવિક છે. R.M.P. ડૉક્ટર પાસે જવાને બદલે આપણે સ્પેશીયાલીસ્ટ પાસે જવાનું વધારે પસંદ કરીએ છીએ. ડોક્ટર્સ, વૈજ્ઞાનિક, પ્રોફેસર, પ્રિન્સિપાલ વગેરેનું સમાજમાં સ્ટેટ્સ ઊંચું ગણાય ભલે પગાર કે કમાણી ઓછી હોય.

૬.ધર્મ
   ધાર્મિક સંગઠન અને સ્પિરિચ્યુઅલ ગ્રુપ્સમાં પણ સામાજિક મોભો છતો થતો હોય છે. ધાર્મિક ગુરુઓના પણ સ્ટેટ્સ અને રૅન્ક હોય છે. ૧૦૮ કે ૧૦૦૮ મહા મંડલેશ્વર, ધર્મ ધુરંધર. આવી તો જાતજાતની પદવીઓ હોય છે. મૂળે ધર્મ પણ એક મેમલ બ્રેઈન ધરાવતા માનવોનું જ ગ્રૂપ છે. એક વિચારધારાને માનવાવાળાઓનો સમૂહ માત્ર છે.  એની પાછળ પણ મેમલ બ્રેઈન કામ કરતું હોય છે. હિંદુ એક બહુ મોટું ગ્રૂપ કહેવાય, પણ આવડું મોટું ગ્રૂપ એક નેતાગીરી નીચે ચાલે નહિ. દરેકને આલ્ફા બનવું હોય છે. માટે પછી એમાં નાના ગ્રૂપ બનતા જાય અને એક જ ગણાતી વિચારધારામાં પણ ફાંટાં પડતા જાય છે. આમ સ્ટેટ્સ માટેની મહેચ્છા અલગ વાડો ઊભો કરીને સંપ્રદાય બનાવી દેતા હોય છે. હવે જુઓ વિડમ્બના કેવી છે? કહેવાય બધા હિંદુ પણ એક કહેશે સ્ત્રીઓના મુખ જોવાય નહિ અને બીજો કહેશે તમારી સ્ત્રીઓ અમને અર્પણ કરો. જો તમને કશું આવડે નહિ, સ્ટેટ્સ મેળવવાના કોઈ મોંઘાં રસ્તા અખત્યાર કરવા અઘરા હોય મેટ્રિકમાં વારંવાર નાપાસ થતા હોવ તો શરૂમાં એવા ગ્રામ્ય લોકોમાં કથા શરુ કરી દો. એના માટે વાલ્મીકિ અને તુલસીદાસ બહુ મોટું કામ કરી ગયા છે. બસ થોડી હોશિયારી વક્તા તરીકેની તો હોવી જોઈએ. બસ પછી તો ભણેલા, અભણ અને ભણેલા અભણ બધા તમને ગ્રૂપના મુખિયા બનાવી દેશે. એમાં એક તો પૈસા પણ ખૂબ મળે અને ધાર્મિક  ગુરુ તરીકેનું સૌથી ઊંચું સ્ટેટ્સ પ્રાપ્ત થઈ જાય. આ સ્ટેટ્સ વળી એટલું બધું ઊંચું કે તમામ ઊંચા સ્ટેટ્સ વાળા પગમાં પડીને તમારું સ્ટેટ્સ રોજ રોજ હાઈ કરતા જ જાય.
     તમે જુઓ દરેક સાધુ કે મહાત્મા પહેલા સંસાર ભલે છોડે પણ એનું મેમલ બ્રેઈન નવો સંસાર રચી દેતું હોય છે. એક નવો આશ્રમ બનાવી એક નવું ગ્રૂપ ઊભો કરી દેતો હોય છે. અને તેનો વડો બની આલ્ફા બની જતો હોય છે. એકજ ગુરુના બે સરખી ક્ષમતા ધરાવતા ચેલા હશે અને એકને ગાદી મળતા બીજો નારાજ થઈને પોતાનું અલગ ગ્રૂપ એટલે કે સંપ્રદાય બનાવી લેશે અને સ્ટેટ્સ મેળવી લેશે. પોતાની અલગ સોશિયલ હાઈઆરકી ઊભી કરી દેશે. એના માટે થોડી ચેરિટી, થોડી સમાજસેવા પણ કરવી પડે. થોડા પૈસા જાય પણ અનેક ગણું પાછું મળતું હોય છે. બે પાંચ હજાર કરોડ હોસ્પિટલ અને શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવા પાછળ વાપરો લોકોને બધા હિસાબ ક્યાં મોઢે રહેવાના છે? ૫૫ હજાર કરોડ ભેગાં કરી લો. અબજો રૂપિયા મળતા હોય તો લાખો રૂપિયા મૂડી રોકાણ કરવું પડે. આ કોઈ સેવા નથી લૂંટ જ છે.
   એકવાર હાઈ સ્ટેટ્સ અને પૈસા મળી જાય પછી મોટા ભાગના સાધુઓ સ્ત્રીઓ પાછળ કેમ ફસાતા હોય છે? કારણ રીપ્રોડક્ટીવ સકસેસ મેળવવી તે જિન્સમાં સમાયેલું હોય છે. અને હાઈ સ્ટેટ્સ વગર સ્ત્રી મળતી નથી કુદરતના રાજમાં. છેવટે સાધુઓ, સંતો, બાપુઓ સ્ત્રીઓ પાછળ લાગી પડે છે. ભૂલી જાય છે ધર્મ ધ્યાન. ધર્મ પણ એક બહાનું છે સ્ટેટ્સ મેળવવાનું અને આલ્ફા બનવાનું. પછી સ્ત્રીઓતો ઓટોમેટીક પાછળ આવતી હોય છે. કેટલી બુદ્ધિશાળી યોજના? અમે જ ભગવાન છીએ, અમને ધરાવીને બધું વાપરી શકો તેમ  સ્ત્રીઓ પણ ધરાવો. સદીઓ સુધી વારસદારોને પણ મહેનત કરવી ના પડે, ના કમાવાની, ના તો રીપ્રોડક્ટીવ સક્સેસની.
      દરેક બ્રેઈન સ્પિરિચ્યુઆલીટીની વિવિધ વ્યાખ્યા કરવા તેની રીતે સ્વતંત્ર છે. પણ મોટાભાગે આવા સ્પિરિચ્યુઅલ લીડર ટીપીકલ મેમલીયન આલ્ફા બની રહીને પોતાના ફાયદા જ જોતા હોય છે. આમ ઘણા લોકો એમની સ્ટેટ્સ હાઈઆરકી સ્પિરિચ્યુઆલીટીની આસપાસ શોધતા હોય છે, અને બનાવી પણ લેતા હોય છે. પછી ધર્મ, ધ્યાન, યોગ  બધું બાજુ ઉપર રહી જતું હોય છે. ફાઈવ સ્ટાર સગવડ ધરાવતા આશ્રમ બનાવતા હોય છે.
૭. work, કામ
  સોશિયલ હાઈઆરકી કામ ઉપર નોકરી ઉપર સાવ સામાન્ય છે. કામ ઉપર સ્ટેટ્સ શોધવું સામાન્ય છે. પોતાના સાથી કામદારો સાથે સ્ટેટ્સ બતાવવાની  લડાઈ કાયમ ચાલતી જ હોય છે. એમાં ઓફીસ પોલીટીક્સ રમાતું હોય છે. એમાં જે માહેર હોય તેનું સ્ટેટ્સ વધી જતું હોય છે. જોકે આધુનિક વર્ક પ્લેસ ઉપર આવા વિખવાદ ના સર્જાય તેવી વ્યવસ્થા કરાતી હોય છે. દરેકની એક પોજીશન હોય એટલે બીજામાં ડખલ થાય નહિ. છતાં મેમલ બ્રેઈન એનું કામ કરતું હોય છે.
૮. સામાજિક જીવન
   
  નવરાશના સમયે આપણે મિત્રો બનાવતા હોઈએ છીએ અને સમય પસાર કરતા હોઈએ છીએ. સ્ટેટ્સ એનો રોલ અહી પણ ભજવે છે. વાનરોમાં પણ સ્ટેટ્સ વધારવામાં મદદરૂપ થાય તેવા મિત્રો બનાવતા હોય છે. સામાજિક જોડાણનું મહત્વ વાનરો ખૂબ જાણતા હોય છે. તેઓ એકબીજાના વાળ ફંફોસે છે, ખાવાનું શેર કરે છે, અને બહારના લોકો સાથે લડાઈ થાય તો એકબીજાને મદદ કરે છે. હાઈ સ્ટેટ્સ ધરાવતાને મદદ કરે છે. જેથી તે સમય આવે એની મદદ કરે અને એનું સ્ટેટ્સ વધારવામાં મદદ કરે. નેતાઓ આ જ રીતે પક્ષના કાર્ય કર્તાનો સંગઠનનાં બહાને ઉપયોગ કરતા હોય છે. બધે ગાંધી વૈદ્યનું સહિયારું ચાલતું હોય છે. દરેકની પોતાનો સ્વાર્થ હોય છે. મિત્રતા એવા લોકો સાથે થતી હોય છે જે એકબીજાનું સ્ટેટ્સ વધારે.
૯. કલ્ચર
  ભારતીય સંસ્કૃતિ, ગુજરાતી કલ્ચર, પંજાબી કલ્ચર, પશ્ચિમનું કલ્ચર કે સંસ્કૃતિ દરેક એકબીજાથી ભિન્ન હોય છે. દરેક કલ્ચરની વિવિધતામાં સારા અને નરસા તત્વો હોય છે. આપણાં કલ્ચરની ઘણી બાબતો આપણને ગમતી હોતી નથી, ધારીએ કે બીજું કલ્ચર ઘણું સારું હશે. તેમ બીજા કલ્ચરના લોકો પણ એવું જ માનતા હોય છે. ઘણી વાર બીજા કલ્ચરમાં આપણાં કરતા વધુ પ્રૉબ્લેમ હોઈ શકે. દરેક કલ્ચરના પોત પોતાના પ્રશ્નો હોય છે. ઘણા કલ્ચરમાં ડોમેસ્ટિક વાયલન્સ સામાન્ય ગણાતો હોય ત્યાં બીજા કલ્ચરમાં નાનપણથી બાળકોને નોન વાયલન્સનાં પાઠ ભણાવાતા હોય છે. હાઈ કલ્ચર સોશિયલ ડોમીનંસની તૃષ્ણા પૂરી કરવામાં બહુ મોટો ભાગ ભજવતું હોય છે. દરેક સંસ્કૃતિમાં કલા, સંગીત અને સાહિત્ય તમને સ્ટેટ્સ બનાવવા માટે તક આપતા હોય છે. તમને તક આપે છે તમારી જાતને પુરવાર કરવાની, તમારા વિચારો પ્રદર્શિત કરવાની. સંસ્કૃતિ  બીજા કોઈને તકલીફ પહોચાડ્યા વગર તમારી સોશિયલ હાઈઆરકી ઊભી કરવામાં મદદ કરે છે. જેમ જેમ સમાજ સભ્ય થતો જાય વેલ કલ્ચર્ડ બનતો જાય તેમ એનામાં હિંસા ઓછી થતી જતી હોય છે. કલાકાર કોઈને નુકશાન પહોચાડ્યા વગર પોતાનું સ્ટેટ્સ ઊભું કરી શકતો હોય છે. માટે એક સ્તાલીન કે હિટલર જેવો નેતા, એક આશારામ, એક નિત્યાનંદ, એક સત્ય સાંઈબાબા એનું સ્ટેટ્સ બનાવી પ્રથમ આવે અને કોઈ પંડિત રવિશંકર, ઉદયશંકર, બિસ્મિલ્લાખાન, ટાગોર, પિકાસો કે લતા મંગેશકર નંબર વન બને તેમાં આસમાન જમીનનો ફરક છે.
૧૦. રાજકારણ
   જે રાજકારણી આપણાં સ્ટેટ્સને સન્માન આપે છે તે આપણાં હેપી કેમિકલ્સનો સ્ત્રાવ વધારે છે અને જે આપણાં સ્ટેટ્સને માન આપતા નથી તે આપણને દુઃખી કરી મૂકતા હોય છે. જે નેતાને આપણો ટેકો જોઈતો હોય તેની વાતો આપણાં સ્ટેટ્સની ઇચ્છાને અપીલ કરતી હોય તેવી હોય છે. આપણી ઘણીબધી મહેચ્છાઓ અને જરૂરિયાતો પૂરી કરવી અસંભવ હોય છે તેની પરવા કર્યા વગર આપણે રાજકારણીઓને ભાંડીએ છીએ. સરકારી સ્ટેટ્સ મેળવવાનો  ગેટ વે છે, રાજકારણ..અને સરકાર ઓફિસિયલ સ્ટેટ્સ હાઈઆરકી ઊભી કરતી હોય છે. પણ સરકારી અફસર પાસે મર્યાદિત સ્ટેટ્સ હાઈઆરકી હોય છે. નેતાઓ એને કાળ પ્રમાણે મર્યાદિત પાવર આપતા હોય છે. નેતાઓ અને અફસરો બંને વચ્ચે આમ સ્ટેટ્સ માટે હરીફાઈ ચાલતી હોય છે. જેવી કે હાલ મોદી સરકાર અને આઈ.પી.એસ. અધિકારીઓ વચ્ચે ચાલે છે. જેમ કે ચૂંટણી કમિશ્નર શેશન સરકારને ગાંઠતા નહિ. કોઈ વાર સુપ્રીમ કોર્ટ પણ નેતાઓને ખખડાવતી હોય છે.
       જીવન અસલામત હોય છે અને આપણે ઇચ્છતા હોઈએ છીએ કે સરકાર બધું સરળ કરી આપે. સરકાર સંભવ સર્વ સ્વીકૃત ઉપાય શોધવાનો પ્રયત્ન કરતી હોય છે. દેશ કે રાજ્ય એટલે સેલ્ફ ઈન્ટરેસ્ટેડ મેમલ્સનું  એક બહુ મોટું ટોળું કે સમૂહ કહી શકાય. તમામને સંતોષ આપવો અને સર્વસ્વીકૃત  ઉપાય શોધવા અસંભવ હોય છે. છતાં સરકાર શક્ય પ્રયત્નો કરીને સર્વાઈવ થવા મદદ કરતી હોય છે.
       કુદરતમાં લગભગ દરેક મેમલ પ્રાણી સમૂહ પાસે નેતા હોય જ છે. બબુન વાનરનું ટોળું સિંહ આવે એટલે ભાગીને વૃક્ષ ઉપર ચડી જતું હોય છે. આલ્ફા બબુન એને ત્યાંથી જતા રહેવા મજબૂર નાં કરે ત્યાં સુધી કોઈ નીચે ઊતરશે નહિ. વરુ અને ચિમ્પાન્ઝીનાં ટોળા એના આલ્ફા લીડરને અનુસરતા હોય છે અને ખોરાકની શોધમાં અને બીજા સમૂહ સાથે લડવામાં મદદ કરતા હોય છે. માનવ સમૂહ પણ એના નેતા પાસેથી પ્રોટેક્શન ઇચ્છતા હોય છે, પછી તે સરકાર હોય, કોઈ સ્થાનિક નેતા હોય કે કોઈ બુટલેગર કેમ ના હોય?
       ઘણા લોકો નેતાઓથી અને એમના કામથી નિરાશ થતા હોય છે. ઘણી વાર એમની પોતાની અસફલતા અને નિરાશાને ખોરાક પૂરો પાડતા હોય છે નેતાઓ સામે દ્ગષ્ટિ રાખીને. જંગલમાં વાનરો મોટાભાગે એમના લીડરને જોયા કરતા હોય છે. “તાકતે રહતે સાંજ સવેરે.” પ્રયોગશાળામાં વાનરો એમના નેતાનો ફોટો જોવા માટે ખોરાકની આપલે કરતા હોય છે. મેમલ બ્રેઈન લીડર ઉપર ફોકસ કરતું હોય છે કારણ લીડર આપણી સામાજિક સર્વોપરિતાને પોષતો હોય છે. છેવટે નેતા બની ગયા એક વાર સ્ટેટ્સ પ્રાપ્ત થઈ ગયું લગભગ મોટાભાગના નેતા સાધુઓ અને ગુરુઓની જેમ સ્ત્રી પાછળ લાગી જાય છે. પછી સ્ત્રી સામે  ”તાકતે રહતે સાંજ સવેરે.”નેતા બન્યા પછી એમના સેક્સ સ્કેન્ડલ કેમ વધી જાય છે? કોઈના સ્કેન્ડલ બહાર આવે, કોઈના આવે નહિ. પશ્ચિમ હોય કે પૂર્વ નેતાઓ બધા એક સમાન સેક્સ સ્કેન્ડલમાં ફસાતા હોય છે. કેમ????
   મેમલ્સ નેતા નબળો પડતા એને નીચો પાડવા પ્રયત્ન કરતા હોય છે. ખરાબ નેતાને હટાવવા મેમલ્સ એકબીજા સાથેના મતભેદ ભૂલીને સહકારથી કામ લેતા હોય છે. એકવાર જુનો નેતા વિદાય લે એટલે નવો નેતા ગાદી સાંભળી લેતો હોય છે. તાકાત અને સિનીયોરીટી એમાં ભાગ ભજવતી હોય છે. આપણું મેમલ બ્રેઈન કાયમ નોટિસ કરતું હોય છે કે કોઈ ને કોઈ આપણાં ઉપર હક જમાવવા પ્રયત્ન કરતું જ હોય છે. આમ રાજકારણ પણ મેમલ લાઇફનો એક ભાગ છે.
૧૧. પ્રસિદ્ધિ.
 દરેક માનવ સમૂહમાં બહુ થોડા માણસો લોકોનું ધ્યાન ખેંચવા માટે કારણભૂત બનતા હોય છે. એમની વિશિષ્ટ પ્રતિભા એમને પ્રસિદ્ધ બનાવતી હોય છે. અને આમ તેઓ એમનો મોભો સમાજમાં બનાવી લેતા હોય છે. Attention is the ultimate scarce resource. હ્યુમન માઈન્ડ ફેમીલીયર ફેસ પ્રત્યે જલદી રિસ્પોન્ડ કરતું  હોય છે. જ્યારે કોઈ ફેમસ વ્યક્તિને જોઈએ છીએ ત્યારે આપણું મન એમાં પરિચિત ચહેરો શોધતું હોય છે. પણ તમે જ્યારે કોઈ ફેમસ વ્યક્તિ પ્રત્યે ધ્યાન આપો ત્યારે એવું સમજશો નહિ તેમને પણ તમારી ફિકર છે. તેઓ વળી બીજા ફેમસ  વ્યક્તિ તરફ ખેંચાતા હોય છે, તમારી તરફ એમનું ધ્યાન કે ફિકર હોતી નથી. દરેક કલ્ચરમાં સેલિબ્રીટી લોકોનું આગવું સ્થાન હોય છે.
૧૨. ધન, દોલત..
 અબજોપતિને બીજા અબજપતિથી ઊંચા રહેવાની સતત ફિકર હોય છે. ભલે આપણે કહીએ કે પૈસો કોઈ સુખ આપતો નથી, પણ આવું કહેનારા હંમેશા પૈસાની ફિરાકમાં રહેતા હોય છે. જોકે અહી તુલના સરખાં જોડે થતી હોય છે. લખપતિ એના જેવા બીજા લખપતિ સાથે તુલના કરતો હોય અબજોપતિ સાથે નહિ. આજે ધનદોલત વડે તમામ રીસોર્સીસ મેળવી શકાય છે. અને સ્ટેટ્સ પણ વધી જતું હોય છે. તમારા માતાપિતા, ભાઈ બહેન, મિત્રો, પાડોશી કરતા જો તમે ઓછા પૈસા ધરાવતા હશો તો તમે ચોક્કસ દુખી રહેવાના. અરે તમારા પતિ કે પત્ની કરતા પણ ઓછું બેંક બેલેન્સ ધરાવતા હશો તો મનોમન દુખી રહેવાના. પહેલા ધનની વ્યાખ્યા જુદી હશે, જેમકે જેની પાસે વધુ ગાયો હોય તે ધનવાન ગણાતો હોય. હવે જેની પાસે વધુ પૈસા કે બેંક બેલેન્સ હોય તે વધુ ધનવાન ગણાય. પણ ધનદોલત ઓછું હોય તો મેમલ બ્રેઈન સ્ટેટ્સ માટે જોખમ સમજતું હોય છે.
   ધનની પોતાની આગવી હાઈઆરકી હોય છે. અને ધન વડે વળી કોઈ પણ જાતની સ્ટેટ્સ હાઈઆરકી ઊભી કરી શકાય છે. પૈસા વડે બધું ખરીદી શકાય છે, દેખાવ સુધારી શકાય, ડિગ્રી ખરીદી શકાય, રાજકારણ ખેલી શકાય, ભલે બેટ પકડ્યું નાં હોય જિંદગીમાં પણ બી.સી.સી.આઈ. કે આઈ.સી.સી નાં ચેરમેન બની શકાય છે. Money can buy symbols of status in the hierarchy of your choice.
      આપણે ધન ઇચ્છીએ છીએ કે કોઈના શરણમાંથી દૂર નીકળી શકાય. મેમલ બ્રેઈન  નાછૂટકે કોઈનું શરણું સ્વીકારે છે. પૈસા વડે સ્વતંત્રતા મેળવી શકાય છે. પણ પૈસા મેળવવા માટે ઘણા લોકોને શરણમાં કરવા પડે છે. ઘણા બધા લોકો ઉપર હક જમાવવો પડતો હોય છે. અને એમાં જ હેપી કેમિકલનો સ્ત્રાવ વધીને સુખ મેળવાતું હોય છે. પણ પછી આપણાં કરતા કોઈને કોઈ તો વધારે ધનવાન હોય જ છે, એટલે આ સુખની પ્રાપ્તિ માટે ઓર મહેનત કરવી પડતી હોય છે. એટલે ધન વડે સંતોષ મળતો નથી. આજે મુકેશ અંબાણી ત્રીસ માળનું મકાન બનાવશે તો વિજય માલ્યા વળી ચાલીસ માળનું બનાવશે. ત્રીસ માળમાં તે વાપરવાનો તો છે એક જ બેડરૂમ અને એકજ સોફા. એને સુવા માટે તો એક ગરીબ જેટલી જ જગ્યાની જરૂર પડશે. આમ એક રીતે જોઈએ તો કેટલા પણ પૈસા કમાવ આલ્ફા સ્ટેટ્સ માટે કોઈ ગેરંટી હોતી નથી. અને આ વધુને  વધુ ધન કમાવાનું ચક્ર ચાલતું જ રહે છે. અનલીમીટેડ સ્ટેટ્સ ગોલ આપણને કાયમ ગરીબ રાખતો હોય છે, ભલે આપણી પાસે ગમે તેટલા રૂપિયા હોય. The only escape from this trap is to feel comfortable when you’re in the subordinate position.
૧૩. ક્રાઇમ
  ક્રાઈમની દુનિયાના બેતાજ બાદશાહોને કોણ નહિ ઓળખતું  હોય?  ઘણા લોકો મોભો જમાવવા હિંસાનો આશરો લેતા હોય છે. માનવ સમૂહ આક્રમક ડોમીનંસ નિવારવા કાયદા કાનૂન બનાવે છે. માનવ એની સર્વોપરી બનવાની ઇચ્છા સંતોષવા માટે કોઈને મારી શકે છે, ખૂન કરી શકે છે, ચોરી કરે છે, બળાત્કાર કરી શકે છે. લો-બ્રેકર્સ એમનું પોતાનું સામૂહિક ગ્રૂપ બનાવી લેતા હોય છે. આપણે ઘણીવાર ગુનેગારોનો બચાવ કરતા હોઈએ છીએ કે એમને એમના ફૅમિલીની જીવતા રાખવા મજબૂરીથી કાયદો તોડ્યો હશે. પણ ઘણા લોકો કાયદા કાનૂન તોડી જરૂર કરતા વધુ ભેગું કરતા હોય છે. આક્રમકતા અગ્રેશન ખરેખર તો ખોરાકની તત્કાલીન જરૂરિયાત હતી. કોઈપણ મેમલને આક્રમક બન્યા વગર ખોરાક મળે નહિ. આમ આક્રમકતા માનવને ડોમિનન્ટ ફિલ કરાવે છે,જે મેમલ બ્રેઈનને ગમતું હોય છે.
  મેમલ સમૂહમાં રહેવા ઉત્ક્રાંતિ પામેલા છે. એટલે જે વ્યક્તિ સમાજના સામૂહિક સર્વાઈવલ માટે ખતરારૂપ હોય તેને આપણે સમૂહમાંથી હાંકી કાઢીએ છીએ અને એકલો પાડી દઈએ છીએ તે વ્યવસ્થા છે જેલ. ક્રાઈમની વ્યાખ્યા પણ સમયાંતરે બદલાતી હોય છે. મહાભારત કાળમાં સ્ત્રીઓનું અપહરણ કોઈ ક્રાઇમ ગણાતું નહોતું. પુરુષ પ્રધાન સમાજમાં ફીમેલ પુખ્ત થાય એટલે ઇન બ્રીડિંગ રોકવા પોતના ગ્રૂપ બહાર કરી દેવાતી. બીજા ગ્રૂપના મર્દો આવી પુખ્ત થવા આવેલી સ્ત્રીઓને ઉઠાવી જતા.
  ક્રિમિનલ્સ પણ એક રીતે સેલિબ્રીટી હોય તેમ વર્તન કરતા હોય છે. અને લોકો પણ એવી પ્રતિક્રિયા આપતા હોય છે. સમાજ પ્રત્યે નાનામોટા મનદુઃખ દરેકને હોય છે. ગ્રૂપમાં રહેવાનો આ એક મોટો ડ્રોબેક છે. અને જ્યારે કોઈ સમૂહ સામે અવાજ ઉઠાવે છે અને ક્રિમિનલ બની જાય છે ત્યારે આવા મનદુઃખ પામેલા લોકોમાં તે હીરો બની જતો હોય છે. સોરઠી બહારવટિયા પોતના અંગત કૌટુંબિક સર્વાઈવલ માટે જે તે રાજ સામે બહારવટે ચડતા અને એનો ભોગ બનતા ગરીબ કિસાનો અને પૈસાદાર વર્ગ. આ એક રીતે જોઇએતો ક્રાઇમ જ કહેવાય. આ દંભી ભગતડા એક હાથમાં બંદુક રાખતા અને એક હાથમાં માળા કે તસબી.
હા! તો મિત્રો આમાં મેં  નવું શું કહ્યું? બધા આ બધું જાણે છે. પણ એક ફરક છે. ફરક છે મેં મેમલ બ્રેઈનને લક્ષ્યમાં લઈને એક નવા વૈજ્ઞાનિક અભિગમ દ્વારા જણાવ્યું છે. કે આટ આટલાં ધર્મોના શિક્ષણ, એથીક્સ, સદાચારની વાતો છતાં આપણે તે એવાને એવાજ છીએ. કશું બદલાતું હોય તેમ જણાતું નથી. કારણ છે લાખો કરોડો વર્ષથી અનેક રીતે સર્વાઈવલ પામેલું મેમલ બ્રેઈન. હવે દસ હજાર વર્ષથી ખેતી શરુ કરીને કે બે પાંચ હજાર વર્ષથી લગ્ન વ્યવસ્થા શોધી કાઢીને લાખો કરોડો વર્ષથી મેમલ બ્રેઈનને મળેલી સર્વાઈવલની ડીઝાઈનને કઈ રીતે અતિક્રમી શકશો?
સાચું ખોટું, સારું નરસું, યોગ્ય અને અયોગ્ય. Good and Evil .
આપણું શરીર રસાયણોનું એક બહુ મોટું કોમ્બીનેશન છે. મેમલ બ્રેઈન રસાયણની ભાષા જાણે છે. શબ્દો પછી આવ્યા. બ્રેઈનની ભાષા છે ન્યુરો કેમિકલ્સ. માટે આ લેખમાળાને મેં રાસાયણિક તત્વજ્ઞાન નામ અર્પ્યું છે. જ્યારે કોઈ માણસ આપણા સ્ટેટ્સને મદદકર્તા થાય કે એને આગળ વધારવા કઈ પણ કરે તો આપણે એને સારું કહીશું. કે ભાઈ સારો માણસ છે. આપણાં મોભાને હેલ્પ મળે તો આપણું વલણ તે બનાવ કે માણસ સારો છે તેવું રહેવાનું. પણ કોઈ આપણા સ્ટેટસને પડકારે કે જોખમરૂપ થાય તો આપણું વલણ બદલાઈ જશે કે આતો  ખરાબ છે. બ્રેઈન કોઈ તટસ્થ, સ્થૂળ, વસ્તુલક્ષી મશીન નથી. તે પોતાનું ભલું જોવા ઉત્ક્રાંતિ પામેલું છે. આ બાયસ દરેકમાં હોવાનો. આ પક્ષપાત આપણને પોતાનામાં  દેખાતો નથી. મેમલ બ્રેઈનને પોતાના ભલામાં રસ હોય છે. ક્યારેક આ રસ અતિ સાંકડો સ્વકેન્દ્રી બની જતો હોય છે. આપણો મેમલીયન bias રીયલ હોય છે. એટલે વ્યક્તિગત રસ આપણને વધારે પક્ષપાતી બનાવે છે. આપણા મોભાને રંગ અર્પે તે આપણો ન્યાય હોય છે. એથીક્સ અને મોરલ્સ ખાલી શબ્દો જ બની રહેતા હોય છે, જો મેમલ બ્રેઈન એને ક્રિયામાં નાં ઢાળે તો. આમ સાચા અને ખોટા વચ્ચે ભેદ જરૂર હોય છે પણ કોઈ વ્યક્તિગત ન્યાય કરી શકે નહિ. આપણાં સ્ટેટસને આપણાં રસ, કે ફાયદાને પડકારનાર કોઈ પણ વસ્તુ ખરાબ કે ખોટી બની શકે છે, ભલે તે બીજાની દ્રષ્ટીએ સારી હોય. આપણે જોઈ શકતા નથી કે કઈ રીતે ન્યુરોકેમિકલ્સ આપણાં નૈતિકતાનાં ધોરણોને ભીંજવી દેતા હોય છે. દરેક બ્રેઈન દુનિયાને પોતાના રસ અને ફાયદાની દ્રષ્ટીએ જોતું હોય છે. એટલે આપણને બીજાનો પક્ષપાત દેખાય છે પોતાનો નહિ. એટલે એથીક્સ અને મોરલ્સની ચર્ચાઓ બીજા ઉપર કેન્દ્રિત હોય છે. બીજા એ શું કરવું તે ઉપર એનો આધાર છે. બીજા લોકોએ આપણી સામાજિક સર્વોપરિતા કઈ રીતે તૃપ્ત કરવી તે આપણું નીતિશાસ્ત્ર હોય છે.
            મેમલ બ્રેઈન સમૂહમાં જીવવા ઉત્ક્રાંતિ પામેલું છે. સમૂહ સાથે મજબૂત સંબંધો હંમેશા હેપી કેમિકલ્સનાં સ્ત્રાવને વધારે છે. આ સમૂહ સાથેના સંબંધોમાં તણાવ પેદા થાય કે તરત અનહેપી કેમિકલ્સ આપણને ચેતવતા હોય છે. દરેક મેમલ સમૂહ જાણતું હોય છે કે કયું વર્તન સહન કરવા જેવું છે અને કયું નહિ. પશુઓ શબ્દો વગર નિર્ણય લેતા હોય છે, કોની સામે જવું અને કોનાથી ભાગવું. આ નિર્ણય એમના પાછલાં અનુભવોની શ્રુંખલા યાદ કરીને લેવાતા હોય છે. માનવપ્રાણી પણ અમૂર્ત વિચારણા હેઠળ આમ જ કરતું હોય છે.
         ઘણી મોટી જાહેર સંસ્થા હોય કે નાનું મિત્રોનું ગૃપ હોય માનવ સમૂહ અમુક વર્તનને સરાહે છે અને અમુકને વખોડે છે. સમૂહના પ્રતિભાવ વડે દરેક માણસ વ્યક્તિગત સર્વાઈવલ સ્ટ્રેટેજી નક્કી કરી લેતો હોય છે. આપણાં જીવના અનુભવો આધારિત ન્યુરલ રસ્તો આપણે બનાવ્યો હોય તે રીતે ન્યુરો કેમિકલ્સ આપણને દોરતા હોય છે. આમ દરેક મેમલ પ્રાણી સતત સહકાર અને સ્પર્ધા વચ્ચે ઝોલા ખાયા કરતું હોય છે. એટલે કયા સંજોગમાં કઈ શ્રેષ્ઠ યોજના વડે  આપણી મહત્તમ જરૂરિયાત પૂરી થાય તે મેમલ બ્રેઈન સ્પષ્ટ પણે જોઈ શકતું હોય છે.
           આમ સર્વાઈવલ માટે ફાયદાકારક હોય તે રીતે ક્યારે ધાક જમાવવી અને ક્યારે શરણે થઈ જવું તે મેમલ બ્રેઈન નક્કી કરી લેતું હોય છે. આમ સર્વોપરી બનવાની અંતઃપ્રેરણા માટે બધું ખરાબ નથી અને બધું સારું પણ નથી હોતું. એનો સારા અને ખોટા માટે ઉપયોગ કરી શકો તે વાત જુદી છે. આ પ્રેરણા વડે તમે દુનિયાને દોરી શકો છો, દુનિયા માટે કોઈ ફાયદાકારક મહાન ભાગ ભજવી શકો છો, તમારા બાળકોનું રક્ષણ કરી શકો છો અને સાથે સાથે તમે ખતરનાક રાક્ષસ પણ બની શકો છો.
      આપણા આસપાસના વાતાવરણની પ્રતિક્રિયા મુજબ આપણે સારા ખોટાંની સમજ કેળવતા હોઈએ છીએ. જે વર્તન આપણને લાડુ  ખવડાવે તે સારું અને નાં ખવડાવે તે ખોટું. આમ દરેક વખતે સ્વાર્થ વડે લાડવા ખવાતા નથી. ક્યારેક કોઈનો વિશ્વાસ જીતીને કોઈનું કામ કરીને લાડવા મેળવાય છે. અનુભવ શીખવે છે ક્યારે ટ્રસ્ટ કરવો અને ક્યારે નહિ. લાડવા એટલે રીવોર્ડ સમજવો, આમ મળેલા રીવોર્ડ આધારે દરેક બ્રેઈન પાછલાં અનુભવો દ્વારા શીખતું હોય છે.
      આમ આપણાં સર્વાઈવલ માટે આપણે જે નક્કી કર્યું હોય તેમ બીજાએ પણ કરેલું હોય. આપણે જે ધ્યેય નક્કી કર્યું હોય તેમ બીજાએ પણ કરેલું હોય. આપણે દુકાન કરવાનું વિચાર્યું હોય તેમ બીજાએ પણ કર્યું હોય. વળી આપણી બાજુમાં જ આવીને બેસી જાય ત્યારે તકલીફ થતી હોય છે. એકબીજાની વિકનેસ અને સ્ટ્રેન્થ જોવાનું શરુ થઈ જતું હોય છે.
    ડોમિનેટ થવાની urge મેમલને રિસ્ક લેવા પ્રેરતી હોય છે. નબળા લોકોનું રક્ષણ કરવા જેવા સારા કામ પણ થતા હોય છે, આમાં કોઈવાર જીવ પણ જતો રહેતો હોય છે. તમે ભલે તમારા વારસદારની ફિકર ના કરો અને જોખમ ખેડો પણ મેમલ બ્રેઈન સતત તોલમાપ કરતું હોય છે કે ક્યારે જોખમ લેવું અને ક્યારે નાં લેવું. શબ્દો વગર મેમલ બ્રેઈન પાછળ વારસો મૂક્યા વગર મરી જઈએ તેવું રિસ્ક લેવાનું એવોઈડ કરતું હોય છે. પણ તમારા પાછલાં અનુભવો કહેતા હોય કે વારસો  માટે લાભદાયી છે રિસ્ક લેવાનું તો મેમલ બ્રેઈન જોખમ ખેડતું પણ હોય છે.
       મેમલીયન ડોમીનંસ હાઈઆરાર્કી આપણને જીવનમાં ઘણીવાર નિરાશ કરી નાખતી હોય છે. કારણ આ ચડતા ઊતરતા દરજ્જાની વ્યવસ્થા  જિન્સ પાસ કરવાની શક્યતા ઓછી કરી નાખતી હતી. એટલે અનહેપી કેમિકલ્સ ઉત્તેજિત થતા હોય છે. અને હવે આનો વિરોધ કરવો પડશે તેવું જરૂરી લાગે. પણ ડોમિનન્ટનો વિરોધ કરવાથી હેપીનેસ મળશે તે નક્કી હોતું નથી. હા વિરોધ કરવાથી એક નાનો ડોઝ હેપી કેમિકલનો જરૂર મળી જાય. પણ તરત પાછાં પછડાવાનું થાય, આમ નિરાશા ફરી વધારે જોરથી આવે. હવે ફરી પેલાં હેપી કેમિકલ્સનાં  નાના ડોઝ માટે ફરી વિરોધ કરવાનો. છેવટે મોટા પ્રયત્નો પણ નિષ્ફળ જતા હોય છે. સ્ટેટ્સ ફ્રસ્ટ્રેસન માંથી મુક્ત થવાનો  સાચો રસ્તો છે બ્રેઈનને સમજવાનો. સ્ટેટ્સ ડીસઅપોઈન્ટમેન્ટ મેમલ બ્રેઈન માટે જીવ જોખમમાં છે તેવું છે. પ્રાણીઓની દુનિયામાં તેવું જ છે. DNA કાયમ માટે નાશ પામી જતા. હાયર રેન્કિંગ હોય તે સાથી મેળવી શકતો અને DNA પાસ કરી શકતો, અને આ રીપ્રોડક્શન ગેમના માહેર અને સફળ ખેલાડીઓ એવા આપણાં પૂર્વજોના આપણે વારસો છીએ, તો એ અનુભવ આપણાં જિન્સમાં હોય કે નહિ?
       આપણું મેમલ બ્રેઈન આપણું ભલું જોતું હોય તેમ બીજાનું તેનું જોતું હોય. દરેકના બ્રેઈનનો જોવાનો અંદાજ અલગ હોય છે. કારણ દરેક બ્રેઈન તેના યુનિક અનુભવો વડે ઘડાયેલું હોય છે. હા કેટલાક અનુભવો સરખાં હોઈ શકે. આપણે નિર્બળ બાળક તરીકે જન્મ્યા હોઈએ છીએ. આપણી નિર્બળતા પુખ્ત થઈએ ત્યારે પણ જાણતા હોઈએ છીએ. આપણે જે ઇચ્છીએ તે મળતું હોતું નથી, આપણને જે મળવું જોઈએ તે બીજા મેળવી જતા હોય છે. પરિણામ સ્વરૂપ મળે છે નિષ્ફળતા અને વિચારીએ છીએ કે આ દુનિયાને શું થયું છે? દુનિયા બડી બૂરી ચીજ છે.
      Each bull’s legacy is threatened by the other bulls. કોઈ આખલો આમ સચેતન વિચારતો નથી. પણ હરીફ આવીને ઊભો રહે એટલે ન્યુરોકેમીકલ્સનું મોજું  ઊછળવાનું.
     જિન્સ ફેલાવીને આપણે સફળતા કદી માપતા નથી. પણ રીપ્રોડક્ટીવ સફળતા બાબતે  જ્યારે પ્રાણીઓનો અભ્યાસ કરવામાં આવે છે ત્યારે આપણી અને તેમની વચ્ચે કેટલું બધું સામ્ય છે તે જણાઈ આવે છે. પ્રાણીઓ સતત એકબીજાના ફર્ટીલીટી ઈન્ડીકેટર ચેક કર્યા કરતા હોય છે, માનવોથી તે ખાસ જુદું હોતું નથી, ( આજે સ્વામીજીએ તને સેવા માટે પસંદ કરી છે). પ્રાણીઓ એમના સંતાનોને આગળ કરતા હોય છે, જેમ આપણે કરતા હોઈએ છીએ. પ્રાણીઓ એમનું સ્ટેટ્સ વધારીને સંસર્ગની શક્યતા વધારતા હોય છે તેમ માનવો પણ. જે બાબતો રીપ્રોડક્ટીવ સફળતા માટે કામ લાગે તેવી હોય તે તરફ આપણું મેમલ બ્રેઈન તરત દોરવાતું હોય છે ભલે બ્રહ્મચર્યના વ્રત લઈને મઠમાં બેઠાં હોય કે ઘણા બધા પુત્ર પૌત્રાદી જ કેમ નાં હોય. રીપ્રોડક્ટીવ સફળતા માટે કામ લાગે તેવા ફૅક્ટર, સારી તંદુરસ્તી, દેખાવ, હાઈ સ્ટેટ્સ, સલામતી, બાળકોની સલામતી વગેરે તરફ મેમલ બ્રેઈન  પહેલું ફોકસ કરવાનું. કારણ ભલે તમે સચેતન ધ્યાન આપો નહિ પણ મેમલ બ્રેઈન તમારી ઇમોશનલ કેમિસ્ટ્રી ઉપર કાબુ ધરાવે છે. એનો મતલબ એ નથી કે પુષ્કળ બાળકો પેદા કરો તો જ સુખ મળે, કારણ આપણું કોર્ટેક્ષ ઘણી બધી વધારાની માહિતી ભેગી કરીને બેઠું હોય છે. પણ જો તમે ખાલી કોર્ટેક્ષને મહત્વ આપશો અને મેમલ બ્રેઈનને ઇગ્નોર કરશો તો વાત બનશે નહિ, ભલે જીવનમાં ગમે તેટલા સફળ હશો. હું મેમલ બ્રેઈનને   અનુસરવાને ઓછું સમજવાનું વધુ કહું છું.
      કુદરતના રાજમાં નર અને માદા બંનેની રીપ્રોડક્ટીવ સફળતાની સ્ટ્રેટેજી અલગ અલગ હોય છે. નરની ક્વોન્ટીટી આધારિત અને માદાની ક્વોલીટી આધારિત હોય છે. માદાને બાળક પાછળ પુષ્કળ સમય વિતાવવો પડતો હોય છે, અને એક જિંદગીમાં મર્યાદિત બાળકો પેદા કરી શકે. એની સફળતા બાળક મોટું થઈ જાય તેમાં હોય છે. એના માટે ઉત્તમ ન્યુટ્રિશન, ઉત્તમ સંરક્ષણ અને ઉત્તમ પૈતૃક જિન્સ જરૂરી છે. હાઈ સ્ટેટ્સ આમાં મદદરૂપ થાય.
    નર માટે વધારેમાં વધારે  સંસર્ગ તક મળે તો વધુ સફળતા. એમાં અડચણ હોય બીજા નર. તો મજબૂત બનીને ડરાવીને ભગાડી મૂકો. અથવા શક્ય તેટલી માદાનો વિશ્વાસ જીતીને સફળતા મેળવો. બીજા નર સાથે સામાજિક સહકાર સંસર્ગની તક વધારો.
     The mammal brain never stops seeking reproductive success.
જેવી સામાન્ય જરૂરિયાતો પૂરી થઈ જાય કે તરત સ્ટેટ્સ વધારવાનું શરુ થઈ જાય. મેમલ બ્રેઈન માટે સર્વાઈવલ અને સ્ટેટ્સ બંને એક જ છે. સફળતાના માપદંડ માટે હવે કોઈ વસ્તી વધારવાની જરૂર છે નહિ. જરૂર છે મેમલ બ્રેઈનને સમજવાની. હવે આપણે ફરી છીએ બાળકો પેદા કર્યા વગર સેક્સ માણી શકીએ છીએ. આપણે અનેક જાતનો ભવ્ય વારસો પેદા કરી શકીએ છીએ.
 સુખની જૈવિક પરિભાષા
  આપણા મેમલીયન પૂર્વજોનાં  જીવનમૃત્યુ વિશેના ભયાનક અનુભવો થકી આપણું બ્રેઈન સુખ અર્પતા રસાયણો મુક્ત કરે છે અને તેના વડે સુખની, આનંદની અનુભૂતિ થાય છે તે હકીકત છે. આ હકીકત માનવીય લાગણીઓ માટે ધ્રુજાવે તેવું સત્ય છે. સુખ અર્પતા દરેક કેમિકલનો હેતુ સર્વાઈવલ માટેનો હોય છે. બ્રેઈન જ્યારે કોઈ ખાસ ફરજ બજાવવાની હોય ત્યારે જ હેપી કેમિકલનો એક નાનો ડોઝ રિલીસ  કરતું હોય છે. આમ આપણને તો સદા સુખનો અનુભવ કરવો હોય છે , પણ તે શક્ય બનતું નથી. જો આ કેમિકલ્સ વિષે સામાન્ય સમાજ આવી જાય તો કોઈ ફિલોસોફી ના કરી શકે તે કામ આ સમજ કરી શકે તેમ છે.
     બીજા પ્રત્યે શુભ ભાવના પેદા થવી તે માટે મેમલ બ્રેઈન ઇવોલ્વ થયેલું છે. આપણાં સરીસર્પ પૂર્વજો બીજા માટે સારું ફિલ કરતા નથી. સર્વાઈવલ માટે કામ લાગે તે માટે થઈને મેમલ બ્રેઈને  હકારાત્મક ન્યુરો કેમિસ્ટ્રી વિકસાવેલી છે. છતાં કાયમ માટે બીજા મેમલ ભાઈઓ માટે સદા હૂંફાળી અને પ્રેમાળ લાગણી પેદા થાય નહિ તે પણ હકીકત છે. આમ સર્વાઈવલ ઘણા બધા પરિબળો ઉપર આધાર રાખતું  હોવાથી મેમલ બ્રેઈન કાયમ નિર્ણય લેવા ટેવાયેલું હોય છે કે એના માટે સારું કોણ છે કે જેના વડે સર્વાઈવલ માટે સહાય બને.
   નાનું બ્રેઈન ધરાવતા મેમલ ખોરાક, સાથીદાર (Mates), અને પ્રીડેટર એટલે કે હુમલાખોર વિષે ત્વરિત નિર્ણય લઈ લેતા હોય છે. પ્રાણીઓ ખોરાકની શોધમાં નીકળે તો હુમલાખોરની શક્યતા પણ વધી જાય. છતાં ખોરાકની શોધમાં નીકળવું તો પડે જ. હવે કયું અગત્યનું તે નિર્ણય લેવાનું કામ બ્રેઈને કરવું પડે. જેમ બ્રેઈન વધુ મોટું તેમ સામાજિક જોડાણ વધતું જાય છે. સામાજિક જોડાણ સંભવિત પ્રીડેટર થી બચાવે છે, અને સાથે સાથે ખોરાક અને સાથીદાર માટે હરીફાઈ પણ વધારે છે. આમ બ્રેઈન દરેક ખૂણો તપાસીને નિર્ણય લેતું હોય છે. બ્રેઈન નિર્ણય કઈ રીતે લેતું હશે? આપણે ઘરમાં જરૂર પડે લાઈટ ઓન ઑફ કરીએ છીએ તેમ ન્યુરો કેમિકલ્સનો સ્ત્રાવ ઓન ઑફ કરીને બ્રેઈન નિર્ણય લેવા ટેવાયેલું હોય છે. હેપી કેમિકલ્સ એક રસ્તો છે શરીર માટે જણાવવાનો કે આ વસ્તુ સારી છે હજુ વધુ મેળવો. આપણે જન્મીએ ત્યારથી ન્યુરોન્સ વિદ્યુત સંદેશા મોકલવાનું શીખી ગયા હોય છે. જેના વડે હેપી કેમિકલ્સનાં સ્ત્રાવ થતા હોય છે. આમ એક ન્યુરલ સર્કિટ તૈયાર થતી હોય છે જે ભવિષ્યમાં ફરજ બજાવવા તૈયાર હોય છે.
  માનવોની સુખની પરિભાષા બીજા મેમલ પ્રાણીઓ કરતા અલગ હોય છે. માનવીની સુખ પામવાની રીત પણ બીજા પ્રાણીઓ કરતા અલગ હોય છે. પ્રાણીઓ એમના ભૂતકાળના  અનુભવ પ્રમાણે પુનરાવર્તન કરતા હોય છે. જ્યારે મનુષ્ય નવા નવા રસ્તા શોધી કાઢવા ટેવાયેલો હોય છે. ભૂતકાળના અનુભવોમાં માનસિક રીતે તડજોડ કરીને મનુષ્ય નવા રસ્તા શોધી કાઢતો હોય છે. આમ ટૂંક સમયના સુખના બદલે લાંબા સમયનું સુખ મેળવવાની એની ખેવના વધતી જાય છે. કારણ એની પાસે બીજા પ્રાણીઓ કરતા વધુ મોટું બ્રેઈન અને વધુ ન્યુરોન્સ છે.
    પ્રાણીઓ સુખની કોઈ વ્યાખ્યા કરતા નથી. તેઓ સુખી નાં હોય તો વિચારતા નથી કે શું ખોટું થયું છે? કે આ દુનિયાને શું થયું છે? તેમને કોઈ આશ્ચર્ય થતું નથી. પણ મનુષ્ય પાસે ભૂતકાળના  અનુભવ, વર્તમાન સ્થિતિ અને કાલ્પનિક ભવિષ્ય સાથે ટકરાઈ જવા માટે પુષ્કળ ન્યુરોન્સ છે. જેથી મનુષ્ય નિરાશ થઈ જાય છે, હતાશ થઈ જાય છે. આમ સુખની માત્રા ઓછી થઈ જાય ત્યારે કુદરતી એની રાહ જોવાને બદલે આપણે કશું કરવા માંગતા હોય છીએ. થોભો અને રાહ જુઓ, ગીતાકારે આને જ અનાસક્ત યોગ કહ્યો લાગે છે શું માનવું છે મિત્રો?
    હ્યુમન બ્રેઈન એક પૅટર્ન શોધી કાઢતું હોય છે. આ પૅટર્ન પ્રમાણે સુખનાં ફુવારા મેળવવાની કાયમ ઇચ્છા રાખતું હોય છે. ઘણીવાર આ પ્રમાણે બનતું પણ હોય છે, પણ ઘણીવાર આપણે ખોટા પડતા હોઈએ છીએ અને એનો અંત દુઃખ સાથે પરિણમતો હોય છે. નીકળીએ છીએ સુખની શોધમાં અને મળે છે દુઃખ. આપણું કોર્ટેક્સ હેપી કેમિકલ્સ ઉપર કોઈ પણ જાતનો કાબુ ધરાવતું નથી. તે ખાલી સંકેતો મેળવી શકે છે. આ પૅટર્ન ક્યારેક ગૂંચવાડા વાળી હોય છે, કારણ તે એક જુદી દુનિયામાં ઉત્ક્રાંતિ પામેલી હોય છે.
 આપણાં ન્યુરો કેમિકલ્સનાં સુર તાલ આપણાં DNA માટે શું સારું છે તેની સાથે જોડાયેલ હોય છે.   આપણાં પોતાના ઊંચા ખયાલ સાથે એને કોઈ લેવાદેવા નથી. એટલે સુખની શોધ દુઃખમાં પરિણમતી હોય છે. મેમલ બ્રેઈન એવા નિર્ણય લેતું હોય છે જે કોર્ટેક્સને ગલત લાગતા હોય છે, પણ લાંબા અંતરે જોઈએ તો DNA માટે સારા પણ હોઈ શકે. કોઈ સારા ઘરની દીકરી કોઈ મવાલી સાથે ભાગી જાય ત્યારે કોર્ટેક્સને બહુ તકલીફ થતી હોય છે. મોટાભાગે મેમલ બ્રેઈન જીતી જતું હોય છે કેમકે તે હેપી કેમિકલ્સ ઉપર કંટ્રોલ ધરાવતું હોય છે.
“endorphin high ” વિષે સાંભળ્યું હશે. એન્ડોરફીન નળ ખોલોને આનંદ મેળવો, પણ એન્ડોરફીન શા માટે ઉત્ક્રાંતિ પામ્યું છે તે સમજી લઈએ તો ખ્યાલ આવશે કે એન્ડોરફીન હાઈ  જીવન માટે કાયમ વાસ્તવિક નથી. એન્ડોરફીન દુઃખાવાને બ્લૉક કરે છે. પેઇન ના થાય તે રણકાર સારો છે, પણ કાયમ જો એન્ડોરફીન હાઈ રહે તો  સળગતા સ્ટવ ઉપરથી તમે હાથ હટાવશો ક્યારે? તમે ભાંગેલા પગે ચાલ્યાં કરશો. લાંબા સમયે સ્થિતિ ખરાબ થવાની. જ્યારે સર્વાઈવલ માટે ત્વરિત ગંભીર સ્થિતિ ઊભી થાય ત્યારે જ ભાગ્યેજ એન્ડોરફીન રિલીસ થતું હોય છે. દાખલા તરીકે મેમલ પર કોઈ હુમલો કરે તેવા સમયે એના ઘાને પંપાળવા ઊભું રહે તો માર્યું જાય, માટે ઘાનો દુઃખાવો એન્ડોરફીન રિલીસ કરે તો ઘા હોવા છતાં, પગ ભાંગેલો કે ઈજા ગ્રસ્ત હોવા છતાં ભાગી જવામાં આવે. હવે ભાગવામાં સફળ થઈ ગયા કે એન્ડોરફીન ગાયબ અને દુઃખાવો શરુ. હવે દુઃખાવો જરૂરી છે કેમ કે થયેલ ઈજા માટે હવે ધ્યાન આપવું પડશે. હવે દુઃખાવાને ઇગ્નોર  કરવો સર્વાઈવલ માટે નુકશાન છે. અને સર્વાઈવલ થયેલા જ એમના જિન્સ પાસ કરી શકે છે. ભયજનક પરિસ્થિતિમાંથી ભાગી છૂટવા માટે એન્ડોરફીન સીસ્ટમ વિકસેલી છે નહિ કે એમાં કાયમ હાઈપર રહેવા.
    હ્યુમન બ્રેઈન શારીરિક પેઇન સિગ્નલ મળતા એન્ડોરફીન મુક્ત કરે છે. પણ જાતે જ ઈજા કરીને એન્ડોરફીન અનુભવવું લાંબા સમયે ફાયદાકારક નથી. દોડવીર માટે જો યોગ્ય પ્રમાણમાં દોડે તો પૂરતો દુઃખાવો એન્ડોરફીન સ્ત્રાવ માટે પૂરતો હોય છે, પણ એટલો બધો ના હોય કે શરીરને ઈજા પહોચે. એન્ડોરફીન સ્ત્રાવ માટે સલામત રસ્તા ભાગ્યેજ હોય છે. વધારે પડતા ઉપવાસ, ભૂખે મરવું, શરીરને ઈજા પહોચાડવી, અમુક ધાર્મિક જુલૂસ વખતે શરીરને જાત જાતની રીતે ઈજા પહોચાડવામાં આવતી હોય છે, આમ અનેક પ્રકારે લોકો euphoria અનુભવતા હોય છે.
   એન્ડોરફીન ઇમોશનલ પેઇન વખતે મુક્ત થતા નથી. કોઈનું હૃદય પ્રેમમાં નિષ્ફળતા મળતા ભાગી પડે તો એન્ડોરફીન મુક્ત થાય નહિ. દુઃખાવો એક જાતની માહિતી છે કે શરીરમાં ગરબડ છે હવે એને સુધારો. આમ દુખાવામાંથી દરેક વખતે શીખવાનું છે, એને અવગણવાને બદલે. આમ euphoria લલચાવે છે. અફીણ અને એમાંથી બનતાં ડ્રગ્ઝ રાસાયણિક રીતે એન્ડોરફીન જેવા છે. ઇમોશનલ પેઇન માટે દરેક કલ્ચરમાં આવા ડ્રગ્ઝ લેવાતા હોવાનું સામાન્ય છે.
   દુઃખાવો, દર્દ બ્રેઈનનું અદ્ભુત નજરાણું છે. ભયજનક સ્થિતિમાં જાગૃત કરે છે. દર્દ મૂળભૂત પાયો છે સર્વાઈવલ માટેનો. મેમલ પ્રાણીઓ કરતા પહેલા સરીસર્પે વિકસાવેલ અદ્ભુત પૅટર્ન છે. દર્દ ઉપર ધ્યાન આપીને એને સમજીને દૂર કરવાનું છે નહીકે એના ઉપર સુખનો લેપ લગાવીને ભૂલવાનું.
    કાચિંડો ઠંડા લોહીનું પ્રાણી છે. તડકામાં પડી રહેલો જોઇને લાગે કે ભાઈ આનંદમાં છે. પણ એવું નથી, અહી તો ખતરો છે કોઈ હુમલાખોરનો. ભાઈ ખડક નીચે હોય તો હાઈપોથર્મિયા વડે મરી જાય. માટે ઠંડી લાગે પેઇન થાય ભાઈ તડકામાં આવે છે, અને દર્દ દૂર થાય કે પાછાં ખડક નીચે છુપાઈ જવાના. લો બોડી ટેમ્પરેચર કાચિંડામાં ન્યુરો કેમિકલ મુક્ત  કરે છે જે હ્યુમન માટે દર્દનું કારણ હોય છે. આ દર્દ દૂર ના થાય ત્યાં સુધી કાચિંડો તડકો ખાય છે. આપણાં સરીસર્પ પૂર્વજો પાસેથી દરેક મેમલે આ સેન્ટ્રલ નર્વસ સીસ્ટમ મેળવેલી છે. રેપ્ટાઈલ પાસે હેપીનેસ અનુભવ કરવાની શક્તિ હોતી નથી. ફક્ત પેઇન વખતે આખું શરીર હટાવી લેવું તે જાણતું હોય છે. સરીસર્પ ગ્રેટ સર્વાઇવર છે, કેમકે પેઇન એવોઈડ કરવાનું એમનું બ્રેઈન બખૂબી જાણે છે. દર્દમાંથી મુક્ત થયા પછી તેઓ કોઈ સુખ અનુભવતા નથી, બસ દર્દ પહેલાની સ્થિતિમાં પાછાં ફરી જાય છે. ડેન્જર સ્થિતિમાં કાચિંડો કે મગર કદી હતાશ થતા નથી કે આ દુનિયાને શું થયું છે. તેમની પાસે પૂરતાં ન્યુરોન્સ નથી આવું બધું વિચારવા માટે.
  માનવ પાસે પુષ્કળ ન્યુરોન્સ છે. સંભવિત, કાલ્પનિક  દર્દ ઊભું કરવા માટે માટે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. સામાજિક અપેક્ષાભંગ સમયે આપણે લાગણીઓના દર્દ ઉભા કરીએ છીએ, જાણે સર્વાઈવલ માટે ખતરો. એન્ડોરફીન એમાં કોઈ રાહત આપે નહિ.એન્ડોરફીન સુખાનુબોધ પામવા માટે પોતાના શરીરને પીડા આપનારા સ્વપીડક લોકો દુનિયાના દરેક ખૂણે, દેશ, વિદેશમાં મળી આવશે. કોઈપણ જાતી હોય કે કોઈ પણ ધર્મ પાળતા હોય સ્વપીડન સુખાનુબોધ પામનારા મળી આવશે. શરીરને કષ્ટ આપવાનાં જાતજાતના નુસખા શોધી કાઢશે. કોઈ ધર્મના નામે તો કોઈ રિવાજના નામે, કોઈ ફૅશનના નામે. ખડેશ્વરી બાબા બેસવાનું નામ નહિ લે, ભલે પગ સૂજીને થાંભલો થઈ ગયા હોય. કોઈ શરીરને ચાબુક ફટકારશે, કોઈ અતિ આકરાં ઉપવાસ કરશે. કોઈ ભાદરવા પૂનમે સેંકડો માઈલ ચાલીને અંબાજી જશે, તો કોઈ ગિરનારની પ્રદક્ષિણા કરશે, કોઈ પાવાગઢ ઉપર ચડશે. કોઈ ધાર્મિક જુલૂસ વખતે શરીરને મારી મારીને લોહીલુહાણ કરી નાખશે.નકલી એન્ડોરફીન સુખાનુબોધ પામવા માટે સતત તંબાકુ મોઢામાં ભરી નાખનારા પણ હોય છે. કોકેન, હેરોઈન, અફીણ અને તેની બનાવટો નકલી એન્ડોરફીન આનંદ આપતા હોય છે. ગાંજો ચરસ પીને ભગવાન જોડે તાર મેળવી બેસી રહેનારા પણ હોય છે

No comments:

Post a Comment